લાકડી-ધોકા લઇ યુવક પર શખ્સો ફરી વળ્યા:રિક્ષા ચાલકનો ભાઈ યુવતીને ભગાડી જવાની અદાવતમાં 5 શખ્સો મહેસાણામાં રિક્ષા ચાલક પર જીવલેણ હુમલો કર્યો

મહેસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા શહેરમાં રાધનપુર ચોકડી પર રિક્ષા લઇ ઉભેલા રિક્ષા ચાલક પર 5 જેટલા શખ્સએ દસ મહિના પહેલા રિક્ષા ચાલકનો ભાઈ યુવતીને ભગાડી લઇ જવાની અદાવતમાં હુમલો કર્યો હતો. જેથી રિક્ષા ચાલકને ઇજાઓ પહોંચી હતી. જે બાદ રિક્ષા ચાલકે સારવાર લઇ પાંચ હુમલાખોર સામે ફરિયાદ નોંધાવી છે.

બોલાચાલી કરી હોબાળો મચાવ્યો
રિક્ષા ચાલકે નોંધાવેલી ફરિયાદ મુજબ, મહેસાણાની રાધનપુર ચોકડી રોડ પર રિક્ષા લઇ ઉભા હતા, ત્યારે ચાલક રસુલ સિંધી પાસે એક ઇકો ગાડીમાં આવેલા 5 જેટલા શખ્સોએ 10 માસ પહેલા રિક્ષા ચાલકનો ભાઈ યુવતીને ભગાડી લઇ જઇ પરત ન આવ્યો હોવાની અદાવતમાં બોલાચાલી કરી હોબાળો મચાવ્યો હતો અને લાકડીઓ અને ધોકા વડે રિક્ષા ચાલકને ઢોર માર મારવામાં આવ્યો હતો. જેને લઇ રિક્ષા ચાલકને નાની-મોટી ઇજાઓ પહોંચતા મહેસાણા સિવિલમાં સારવાર લઈ ઉમેદલી અજીમ, ટોવલીયા હુસૈન, ટકો અજીમ, અંધ ગુલી ઉસ્માન અને નુરી દાદુ વાળા સામે મહેસાણા બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...