કડીના થોળ નજીક શ્વાનને બચાવવા જતાં પલટી ખાઇ ગયેલી રિક્ષામાં સવાર 2 છાત્રોઓને ઇજા પહોંચી હતી. મેડાઆદરજની ડિમ્પલ રામુભાઇ ચાવડા અને પ્રાચી અશોકભાઇ સોલંકી ધોરણ 10 ની બોર્ડ પરીક્ષા આપવા ગત 9 એપ્રિલના રોજ ગામના જશવંતભાઇ પ્રજાપતિની રિક્ષા (GJ 18 BU 2776)માં બેસી થોળ ગઇ હતી. બપોરે દોઢેક કલાકે પરીક્ષા આપી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે થોળ રોડ પર શ્વાન વચ્ચે આવતાં ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતાં રિક્ષા પલટી ખાઇ ગઇ હતી.
ઇજાગ્રસ્ત ડિમ્પલ અને પ્રાચીને ખાનગી હોસ્પિટલમાં ખાનગી વાહનમાં કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પ્રાચીને સામાન્ય ઇજા હોઇ તેને સારવાર આપી રજા અપાઇ હતી. જ્યારે ડિમ્પલને વધુ ઇજાઓ થઇ હોવાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં રિફર કરાઇ હતી. આ મામલે બાવલુ પોલીસે રિક્ષાચાલક સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.