તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:કડીના લક્ષ્મીપુર ગામમાં રેવન્યુ તલાટી કેટલાય સમયથી ન આવતા ગામ લોકો પરેશાન

મહેસાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરપંચે આ મામલે યોગ્ય પગલાં લેવા મામલતદારને પત્ર લખ્યો
  • રેવન્યુ તલાટીથી એક ગામ નહીં પરંતુ આજુ બાજુના કેટલાય ગ્રામજનો પરેશાન

કડી તાલુકાના ગામે રેવન્યુ તલાટી ગામમાં નહીં આવતા સરપંચ તેમજ ગામજનો પરેશાન બન્યા છે. તેમજ રેવન્યુ તલાટી ગામમાં નહીં આવતા સરપંચે આ મામલે મામલતદારને પત્ર પણ લખ્યો છે.

જિલ્લાના કડી તાલુકામાં આવેલ લક્ષ્મીપુરા ગામમાં છેલ્લા ઘણા સમયથી રેવન્યુ તલાટી ગામમાં નહીં આવતા ગામ લોકો પરેશાન બન્યા છે. તેમજ ગામમાં જરૂરી રેવન્યુને લગતી કામગીરી પણ અટવાઈ પડી છે. પરંતુ વારંવાર રજૂઆતો કરવા છતાં આ તલાટી ગામમાં નહીં આવતા હવે ગામજનો અને સરપંચએ તલાટી ન આવવા બાબતે કડીના મામલતદારને અરજી કરતો પત્ર લખ્યો છે. તેમજ આ રેવન્યુ તલાટી લક્ષ્મીપુરા નહી પરંતુ તેમની હદમાં આવતા અન્ય ગામડાઓમાં પણ જતા નથી તેવી બાબાત સામે આવી છે.

ગામમાં રેવન્યુ તલાટીને લગતી જરૂરી કામગીરી અટકી પડી છે. તેમજ જ્યારે ગામ લોકો તલાટીની કોઈ સહી કે કામકાજ માટે ગામમાં ક્યારે આવસો તેવું કહેતા તો તલાટી ગામ લોકોને નંદાસન ગામમાં આવીને કામ કરાવી જાઓ તેવા જવાબો આપે છે. તેથી સરપંચે આખરે કંટાળીને આ સમગ્ર બાબતે યોગ્ય પગલાં લેવા માટે કડીના મામલતદારને પત્ર લખ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો