તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:મહેસાણા જિલ્લામાં કોરોનાના વળતા પાણી, આજે નવા 2 કેસ, 4 ડીસ્ચાર્જ

મહેસાણા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં હજુ પણ 13 એક્ટિવ કેસ

મહેસાણા જિલ્લામાં છેલ્લા બે મહિના કાળ સમાન સાબિત થયા હતા. જેમાં દિવસેને દિવસે કોરોના કૂદકે ને ભૂસકે વધી રહ્યો હતો. ત્યારે સમગ્ર જિલ્લામાં બજારો સ્વૈચ્છિક પણે બંધ કરવાની ફરજ પડી જતી જે બાદ માં જિલ્લા માં છેલ્લા વિસ દિવસ થી કોરોના કેસો માં ઘટાડો નોંધતો રહ્યો છે જેમાં આજે મહેસાણા જિલ્લા માં 2 કેસ ના નોંધાતા તંત્ર અને નાગરિકો એ પણ હાશકારો અનુભવ્યો હતો.

જિલ્લા માં આજે નવા 564 સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમજ 4 દર્દીઓએ આજરોજ કોરોના ને માત આપી પોતાના ઘટે પરત ફર્યા હતા જિલ્લા માં હજુ પણ 13 કેસ એક્ટિવ જોવા મળી રહ્યા છે.

જિલ્લા માં આજ દિવસ સુધી માં 132866 સેમ્પલ લેવામાં આવી ચુક્યા છે જેમાંથી 119670 સેમ્પલ નેગેટિવ આવ્યા છે જેમાં ગઈ કાલે લીધેલા 576 સેમ્પલ નું રિજલ્ટ આવેલ જેમાં 575 સેમ્પલ નું રિઝલ્ટ નેગેટિવ આવેલ અને 1 સેમ્પલ પોઝિટિવ આવેલ તેમજ અન્ય લેબ ખાતે 1 કેસ નોંધાયેલ છે.

અન્ય સમાચારો પણ છે...