તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:મહેસાણા જિલ્લામાં નિવૃત ONGCના કામદારોને બે વર્ષથી મળવાપાત્ર લાભો ન મળતા કલેક્ટરને રજૂઆત કરાઇ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 60 પૈકી 20 કામદારોએ ગુજરાત મજદૂર યુનિયનના નેજા હેઠળ કલેકટરને રજૂઆત કરી

મહેસાણા જિલ્લામાં ઓન.એન.જી.સી.માં ફરજ બજાવી સેવા આપી નિવૃત થેયલા કેટલાક કર્મચારીઓ ને છેલ્લા બે વર્ષથી મળવાપાત્ર લાભો ન મળતા આખરે ગુજરાત યુનિયનના નેજા હેઠળ જિલ્લા કલેકટર કચેરી પહોંચી રજૂઆત કરાઈ છે.

મહેસાણા ઓન.એન.જી.સીમાં 32 વર્ષ સુધીની કેટલીક કેટેગરીમાં ફરજ બજાવી ચૂકેલા 60 જેટલા કર્મચારીઓ નિવૃત થયા હતા. નિવૃત્ત થયાના બે વર્ષ બાદ પણ આ કર્મચારીઓને સાતમા પગાર પંચ મુજબ 35 ટકા ચુકવણું કરવાનું બાકી છે, તેમજ પેન્સન, હક્ક રજાઓનો પગાર, ગ્રેજ્યુટી અને સરકારી વીમાના લાભો આજ સુધી ચૂકવાયા નથી. જેથી 60 પૈકી 20 જેટલા કામદારોએ ગુજરાત મજદૂર યુનિયનના નેજા હેઠળ લાભો મેળવવા લડત શરૂ કરી છે. જેમાં મહેસાણા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સમગ્ર મામલે લાભો ચુકવવામાં આવે તેવી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...