તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહેસાણા તાલુકાના છઠિયારડા ગામના 72 વર્ષના નિવૃત્ત જમાદાર ઇયેખાન પઠાણ કોરોના સંક્રમિત સમીરભાઇના સંપર્કમાં આવતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ ડાયાલિસીસ પણ કરાવતા હોઇ સંક્રમણનો ભય મોટો હતો. જ્યારે આજ ગામના અને લોકડાઉન દરમિયાન સુરતથી વતન આવેલા 80 વર્ષનાં શાંતાબેન શીવરામદાસ પટેલ કે જેમને સપ્તાહ અગાઉ તાવ, શરદી અને ઉધરસ થતાં ગામના ર્ડા. કમલેશભાઇ પટેલના દવાખાનામાં સારવાર લીધી હતી અને તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ સુરતથી કે પછી ગામમાંથી સંક્રમિત થયા હોવાનું અનુમાન છે.
વડનગરના મોલીપુર ગામે કન્ટેટમેન્ટ ઝોનમાં રહેતાં હસુમતી રીતેશભાઇ પરમાર (30)ને તાવ, શરદી હોવાનું ડોર ટુ ડોર સર્વેમાં ખુલ્યા બાદ લેવાયેલા સેમ્પલમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
બે દર્દીઓનો પુન: રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો
વડનગર સિવિલમાં છેલ્લા 12 દિવસથી સારવાર લઇ રહેલા કોરોના સંક્રમિત વિજાપુરના અલ્પેશજી બારડ અને મોલીપુરના મધુબેન અહેમદભાઇ સાઉદીને રજા આપતાં પહેલાં પુન: સેમ્પલ લેવાયાં હતાં. જેનો બુધવારે રિપોર્ટ પોઝિટિવ આવતાં તેની સારવાર લંબાઇ છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.