નવી સરકાર:રાત્રે 12 વાગ્યા સુધીમાં મહેસાણા જિલ્લાની 105 ગ્રામ પંચાયતનાં પરિણામ જાહેર

મહેસાણાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
મહેસાણા તાલુકાની મત ગણતરી દરમિયાન જિલ્લા સહકારી સંઘની બહાર ઊભેલા લોકોમાં પરિણામ અંગે ઉત્કંઠા જોવા મળી હત - Divya Bhaskar
મહેસાણા તાલુકાની મત ગણતરી દરમિયાન જિલ્લા સહકારી સંઘની બહાર ઊભેલા લોકોમાં પરિણામ અંગે ઉત્કંઠા જોવા મળી હત
 • જોરણંગમાં પૂર્વ સરપંચનાં ભાભી સરપંચપદે ચૂંટાયાં, નુગર અને તળેટીમાં મહિલા સરપંચના પતિની હાર
 • લાખવડમાં પિતા સરપંચની અને પુત્ર વોર્ડની ચૂંટણીમાં હાર્યા
 • "ગામના​​​​​​​ રાજા'ને વધાવવા મત ગણતરી કેન્દ્રોની બહાર મોડી રાત સુધી જમાવડો જામેલો રહ્યો

મહેસાણા જિલ્લાની 107 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મંગળવારે સવારે 9 વાગ્યાથી 10 તાલુકા મથકોએ હાથ મત ગણતરી ધરાઇ હતી. જેમાં રાત્રે 12 વાગ્યા સુધીમાં જિલ્લાની 105 ગ્રામ પંચાયતનાં પરિણામ આવી ગયાં હતાં. જ્યારે પાંચોટના સરપંચની ચૂંટણીમાં મત ગણતરી રાત્રે 9:40 વાગે શરૂ થઇ અને 12 વાગ્યા સુધીમાં 60 ટકા પૂરી થઈ હતી, બાકીના મતોની ગણતરી ચાલુ હતી. જ્યારે લાંઘણજ સરપંચની ચૂંટણીમાં મત ગણતરી રાત્રે 10 વાગે શરૂ કરાઈ અને 12 સુધીમાં 65 ટકા મત ગણતરી પૂરી થઈ હતી.

પરિણામ બાદ ઉત્સાહ ફરી વળ્યો હતો.
પરિણામ બાદ ઉત્સાહ ફરી વળ્યો હતો.

આ બંને પંચાયતનું પરિણામ રાત્રે બે વાગ્યા સુધીમાં આવી જવાની સંભાવના મામલતદાર કચેરીના સૂત્રોએ વ્યક્ત કરી હતી. મહેસાણા સુખાપરા સ્થિત જિલ્લા સહકારી સંઘની બહાર રાત સુધી લોકોનો જમાવડો જામ્યો હતો. વિજેતા ઉમેદવારોના અબીલ ગુલાલની છોળો સાથે સમર્થકોએ વધામણા કરી ખુશી વ્યક્તકરી હતી.

કડીના પંથોડામાં સમર્થકો મતદાન ગણતરી કેન્દ્ર બહાર બાખડ્યા
પંથોડા ગ્રામ પંચાયતની ચૂંટણીની મત ગણતરી શહેરના દેત્રોજ રોડ ખાતે હાથ ધરાઈ હતી.સરપંચ તરીકે ફરજાના સિપાઈને 91 મતે વિજેતા જાહેર કર્યા હતા.પરિણામ બાદ મત ગણતરી કેન્દ્ર બહાર નીકળેલ વિજેતા અને હરીફ ઉમેદવારોના સમર્થકો બાખડી પડ્યા હતા. પોલીસે વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો.

કાંસા એનએમાં ભાજપ પ્રેરિત મહિલા ઉમેદવાર અને દેવપુરામાં વિજાપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખનાં પત્નીની હાર

 • લાખવડ ગ્રામ પંચાયતના વોર્ડ નં.4માં 2 ઉમેદવારોને સરખા મત નીકળતાં બે વખત મત ગણતરી કરાઇ હતી. જેમાં ખોડાજી ઠાકોરને 91 અને મનોજજી ઠાકોરને 89 મત મળતાં ખોડાજીનો 2 મતે વિજય થયો હતો.
 • કાંસા એનએના વોર્ડ નં.16માં રિકાઉન્ટ બાદ રણજીતભાઇ બારોટને એક મતે વિજેતા જાહેર કરાયા હતા.
 • જોટાણા ગ્રામ પંચાયતમાં પૂર્વ સરપંચના પતિ વિષ્ણુભાઈ રબારી સામે હૈદરભાઈ ટાંક 419 મતે જીત્યા હતા.
 • કાંસા એનએમાં ભાજપ પ્રેરિત રીનાબેન ભાખરીયાને 1800 મતે હરાવી નિમિષાબેન પટેલ વિજેતા બન્યા હતા.
 • કડી તાલુકાની વેકરા ગ્રામ પંચાયતમાં સરપંચ પદે અમૃતાબેન બાબુભાઈ સેનમા 1 મતે વિજેતા બન્યા હતા.
 • મહેસાણા તાલુકાની તળેટી ગ્રામ પંચાયતમાં ગત ટર્મમાં સરપંચ રહેલા પીનાબેન પટેલના પતિ હરેશ પટેલ તેમના મિત્ર એવા હરીફ ઉમેદવાર મુકેશ પટેલ સામે 38 મતે હારી ગયા છે.
 • મહેસાણા તાલુકાના લાખવડમાં પિતા પ્રહલાદભાઇ પટેલ સરપંચની અને પુત્ર નરેશભાઇ પટેલ વોર્ડની ચૂંટણી હારી ગયા હતા.
 • વડનગર તાલુકાના જગાપુરામાં પૂર્વ મામલતદાર રજુજી ઠાકોરનાં પત્ની શારદાબેન ઠાકોર સરપંચ પદે વિજયી બન્યા હતા.
 • વિજાપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ લાલસિંહ શિવસિંહ રાઠોડનાં પત્ની હંસાબાની દેવપુરા ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણીમાં હાર થઈ છે.
અન્ય સમાચારો પણ છે...