તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૃક્ષારોપણ:વન મહોત્સવના પ્રારંભે વૃક્ષારોપણ સાથે 10 હજાર રોપા વિતરણનો સંકલ્પ

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પોલીસ અને પીએપલી જનસેવા ફાઉન્ડેશનનો સહયોગ
  • SP અને સહકાર ભારતીના પ્રદેશ અધ્યક્ષ હાજર રહ્યા

મહેસાણા પોલીસ હેડ ક્વાટર્સ ખાતેથી શનિવારે વન મહોત્સવ 2021ની શરૂઆત કરાઇ હતી. જેમાં વૃક્ષારોપણ સાથે 10 હજાર રોપાનું વિતરણ કરવાનો સંકલ્પ લેવાયો હતો. આ પ્રસંગે જિલ્લા પોલીસવડા ર્ડા. પાર્થરાજસિંહ ગોહિલ, સહકાર ભારતી પ્રદેશ અધ્યક્ષ અને પીએલપી જનસેવા ફાઉન્ડેશનના ચેરમેન કાન્તિભાઈ એલ. પટેલ (ખોડિયાર ગૃપ), ડીવાયએસપી ભક્તિબા ઠાકર, આઈ.આર. દેસાઈ, એ.બી. વાળંદ, દેદિયાસણ ઈન્ડસ્ટ્રીઝ એસો.ના પ્રમુખ જી.કે. પટેલ, ખોડિયાર ગૃપના પ્રહલાદભાઈ પટેલ, કિર્તીભાઈ પટેલ, સામેત્રાના પૂર્વ સરપંચ અરવિંદભાઈ પટેલ, અશોકભાઈ પટેલ, ર્ડા. નિરજ પટેલ તેમજ વૃક્ષારોપણ કરનારી 100થી વધુ સંસ્થાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.કાન્તીભાઈ પટેલે જણાવ્યું કે, મોટાભાઈનું કોરોનામાં નિધન થતાં તેમના નામનું ટ્રસ્ટ બનાવી સેવાકાર્યો કરાઈ રહ્યાં છે, જે થકી 10 હજાર રોપા વિતરણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...