માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ફિક્સ પગારથી નોકરીએ લાગેલા શિક્ષકોની નોકરી સળંગ ગણવા સહિતના પડતર મહત્વના પ્રશ્નોનો ઉકેલ લાવવાની સરકારે જાહેરાત કરતાં જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના નેજા હેઠળ શિક્ષકોએ બુધવારે સાંજે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી નીચે સંકુલમાં વિજયોત્સવ મનાવ્યો હતો.
જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના મહામંત્રી સુધીરભાઇ પટેલે કહ્યું કે, શિક્ષકોની રજૂઆતો મુદ્દે રાજ્યાના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા જાહેરાત કરાઇ છે. જેમાં ફિક્સ પગારમાં નોકરી પામેલાને સળંગ ગણવામાં આવશે, ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને પણ લાભ મળશે. રાજ્યમાં આ નિર્ણયથી 39 હજાર શિક્ષકોને લાભ થશે. પરીક્ષા ન લેવાય ત્યાં સુધી શરતી બઢતી અને ભરતીનો નિર્ણય, 7મા પગારપંચના બાકી રહેલા હપ્તા પણ જલ્દી ચૂકવાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.