હાલાકી:નાગલપુર ગટર ચોકઅપ થતાં મંગલેશ્વર સહિતની સોસાયટીના રહીશો પરેશાન

મહેસાણા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભૂગર્ભ ગટર ચોકઅપ થતાં ઘરમાંથી પાણીનો નિકાલ કરવામાં હાલાકી

મહેસાણાના નાગલપુર અશોકા હોટલ પાછળ આવેલ મંગલેશ્વર સહિતની સોસાયટીઓના રહીશો ભૂગર્ભ ગટર ચોકઅપ થવાના કારણે ગંદા પાણીનો નિકાલ ન થતાં તોબા પોકારી ઉઠ્યા છે.છેલ્લા એકાદ અઠવાડીયાથી વારંવાર ઘરની કુંડીમાંથી વેસ્ટ પાણી નિકાલ ગટરલાઇનમાં ન થતાં બેક મારી રહ્યાની રાડ ઉઠી છે.જેને પગલે ઘરકામમાં ગૃહિણીઓને મુશ્કેલી સર્જાઇ છે.ત્યારે સત્વરે નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની ચોકઅપ લાઇન સાફ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

નાગલપુર હાઇવે અશોકા હોટલ પાછળ પેરેડાઇઝ સોસાયટી, શુભમ બંગ્લોઝ, ત્રિભુવન બંગ્લોઝ, ગંગાનગર, કલ્પતરૂ,પાર્થ, શ્રીરામ, વર્ધમાનનગર, તિરૂપતિ ટાઉનશીપ, આસોપાલવ બંગ્લોઝ, જય શ્રી રામ સોસાયટી, મંગલેશ્વર સોસાયટી આવેલી છે.જેમાં મંગલેશ્વર સહિત છેવાડાની કેટલીક સોસાયટીઓના ઘરોથી પાણીનો ગટરલાઇનમાં નિકાલ ન થતાં વાસણ,કપડાના કામકાજમાં પાણી નિકાલ ન થતાં મહિલાઓ તોબા પોકારી ઉઠી છે. ગટર લાઇનમાં આગળ પાણી ન જતા બેક મારી રહ્યા છે.

મંગલેશ્વર સોસાયટીના રહિશોએ કહ્યુ કે, આગળ મેઇન ભૂગર્ભ ગટર લાઇનમાં માટી કે કચરાથી ચોકઅપ થયુ હોય એમ લાગે છે. છેલ્લા એકાદ અઠવાડીયાથી પાણીનો નિકાલ ન થવાથી અવારનવાર મુશ્કેલીઓ સર્જાઇ રહી છે.ત્યારે સત્વરે નગરપાલિકા દ્વરા ચોકઅપ લાઇનમાં સફાઇ કરીને ઘરોની કુંડીઓનથી ગંદા પાણીનો રાબેતામુજબ ભૂગર્ભ ગટરમાં નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવા માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...