કામોથી નારાજગી:આરંભ ફ્લેટના રહીશોએ 20 % લોકફાળો ભર્યાના 8 માસ પછીયે બ્લોક નથી નખાયાં

મહેસાણા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા એક જ જવાબ આપે છે, શહેરી વિકાસ વિભાગમાં મંજૂરી માટે ફાઇલ મોકલેલી છે
  • લોકભાગીદારીની સ્કીમમાં મંદગતિએ કામોથી નારાજગી, ગંદકી, મચ્છરોના ઉપદ્રવથી ત્રસ્ત

મહેસાણાના ટીબી રોડ પર આવેલા આરંભ ફ્લેટમાં ટાવર પાછળની ખુલ્લી જગ્યામાં ગંદકી થતી હોઇ મચ્છરોના ઉપદ્રવથી રહીશો તોબા પોકારી ઉઠ્યા છે. ત્યારે સરકારની 80-20ની લોકભાગીદારીની સ્કીમમાં બ્લોક નાંખવા પાલિકામાં 20 ટકા પેટે રૂ.56,050 લોકફાળો ભરપાઇ કર્યાને 8 મહિના વિત્યા પછી પણ હજુ બ્લોક નખાયા નથી.

આરંભ ફ્લેટમાં 500 લોકો રહે છે અને ટાવર પાછળ બ્લોક નાખવા સોસાયટીના સભ્યોની સંમતી લઇ ઠરાવ સાથે નગરપાલિકામાં અરજી કરી હતી. જેમાં પાલિકાએ બ્લોક પાછળ રૂ. 2,80,233 ખર્ચનો એસ્ટીમેટ આપતાં સોસાયટીએ 20 ટકા પ્રમાણે રૂ.56,050 લોકફાળો ગત તા.3 માર્ચે ભરી છે. ત્યાર પછી અનેકવાર રજૂઆતો કરી, ફ્લેટની મહિલાઓ પણ પાલિકાના ચક્કર લગાવી ચૂકી છે.

પરંતુ હજુ સુધી બ્લોક નખાયા નથી. સોસાયટીના પ્રમુખ સમક્ષ રહીશો અવારનવાર રજૂઆત કરતાં હોઇ સોમવારે સોસાયટીના પ્રમુખે ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. જેને પગલે બાંધકામ શાખાને સત્વરે પ્રક્રિયા કરવા સૂચના અપાઇ હતી. સોસાયટીના પ્રમુખે પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને સાંસદ સુધી રજૂઆત કરી છે. સોસાયટીના પ્રમુખ તુષારભાઇ મોદીએ કહ્યું કે, આઠ મહિના વિતી ગયા પણ હજુ બ્લોક નખાતા નથી. બીજી તરફ, ટાવર પાછળના ભાગમાં મચ્છરોનો ઉપદ્રવ થતો હોય છે.

35 સોસાયટીની સૈદ્ધાંતિક મંજૂરી પેન્ડિંગ
અલગ અલગ સોસાયટીઓના સીસી રોડ, બ્લોકના એસ્ટીમેટ તૈયાર થઇ સોસાયટીઓ તરફથી 20 ટકા રકમ ભરાઇ હોય એવી આરંભ ફ્લેટ સહિત 35 સોસાયટીઓની ફાઇલ ગત 30 ઓગસ્ટે પ્રાદેશિક કમિશ્નર કચેરીએ સૈદ્ધાંતિક મંજૂરી માટે મોકલી અપાઇ છે, ત્યાંથી શહેરી વિકાસ વિભાગમાં મંજૂરી અર્થે પહોંચી છે. મંજૂર થઇને આવ્યે ત્વરીત ફ્લેટ, સોસાયટીઓના કામો વર્કઓર્ડર આપી ચાલુ થશે.
​​​​​​
​​​​​​​

અન્ય સમાચારો પણ છે...