તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:મહેસાણાના ચેહરનગરમાં ચાર મહિનાથી ગટર ઉભરાતાં રહીશોમાં રોગચાળાનો ભય

મહેસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘરો આગળ જ આખો દિવસ ગંદુ પાણી ભરાઇ રહેતાં મચ્છરોનો ઉપદ્રવ
  • સમસ્યાના કાયમી ઉકેલ માટે રહીશોની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત

મહેસાણા શહેરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડની બાજુમાં ચેહરનગર સોસાયટીમાં ઉભરાતી ગટરના પાણીના કારણે સર્જાયેલી ગંદકીથી રોગચાળો ફેલાવાનો ભય ખડો થયો છેે. છેલ્લા ચાર મહિનાથી માથાનો દુ:ખાવો બનેલી આ સમસ્યાનો ઉકેલ લાવવા રહીશોએ ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે. સોસાયટીના રહીશોએ કહ્યું કે, સ્વચ્છ મહેસાણાની ઝુંબેશ અંતર્ગત આખા શહેરને સ્વચ્છ બનાવવા નગરપાલિકા દ્વારા અનેક પગલાં લેવાઇ રહ્યાં છે, પરંતુ ચેહરનગરમાં વારંવાર ભૂગર્ભ ગટર ઉભરાતાં ગંદકી ફેલાઇ રહી છે.

સોસાયટીમાં સવારે 9 થી સાંજે 6 સુધી ગટર લાઇન ઉભરાય છે અને ગંદુ પાણી ગટર લાઇનમાંથી ઘરમાં આવે છે. છેક સાંજે 6 વાગ્યા પછી જ ગટરલાઇન ચાલુ થાય છે, ત્યાં સુધી નર્કાગાર ગંદકીમાં રહીશોએ દિવસ વિતાવવો પડે છે. નગરપાલિકાના માણસો મશીનથી ગટર સાફ કરી જાય છે, પરંતુ બીજા દિવસે ફરી જૈ સે થે થઇ જાય છે. જેથી રોગચાળો ફેલાય તે પહેલાં સમસ્યાનો કાયમી હલ લાવવા પાલિકામાં રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...