પાણીની સમસ્યા:મહેસાણામાં જીવનદીપ અને નવજીવન સોસાયટીના રહીશો દૂષિત પાણીથી ત્રસ્ત, રોગચાળાનો ખતરો

મહેસાણા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બે મહિનાથી હાલાકી, જૂની બદલી નવી પાઇપલાઇન નાખો : રહીશો
  • 10 દિવસથી પાલિકાની ટીમ ફોલ્ટ શોધી રહી છે, રોગચાળાનો ખતરો

મહેસાણાના રાધનપુર રોડ પર આવેલી જીવનદીપ અને નવજીવન સોસાયટીની પાણીની પાઇપલાઇન જીવદયાના મુખ્ય રસ્તા ઉપરથી પસાર થાય છે. આ પાઇપલાઇન ઘણા સમયથી ભૂગર્ભમાં છે અને આજુબાજુ ગટરલાઇન પસાર થાય છે. છેલ્લા બે મહિનાથી ગંદુ પાણી આવતું હોઇ રહીશોએ પાલિકામાં રજૂઆત કરતાં વોટરવર્કસ ટીમ દ્વારા પાઇપલાઇનની તપાસ શરૂ કરાઇ છે. ખાડા ખોદાવીને પાણીનો ટેસ્ટ કરતાં ગંદુ પાણી આવવાનું ચાલુ છે, પરંતુ આ પાણી કઇ રીતે આવે છે તેનો ફોલ્ટ છેલ્લા દશેક દિવસથી ચાલતી તપાસમાં હજુ શોધી શકાયો નથી. હાલમાં પણ આ પરિસ્થિતિ ચાલુ હોઇ સોસાયટીના રહીશો ગંદા પાણીનો ઉપયોગ કરે તો રોગચાળાની ભય સતાવે છે. ત્યારે વર્ષો જૂની પાઇપ લાઇનના કારણે કાયમી ઉકેલ મળી શકે તેમ ન હોઇ સરકારી સ્કીમ 70-20-10 મુજબ સોસાયટીમાં નવી પાઇપલાઇન નાંખી આપવા સોસાયટીએ નગરપાલિકા સમક્ષ રજૂઆત કરી હતી. જેમાં સોસાયટીએ ભરવાપાત્ર રકમની તૈયારી દર્શાવી છે.  રજૂઆત અંગે નગરપાલિકા તરફથી હકારાત્મક પ્રત્યુત્તર મળ્યાનું સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...