તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:મહેસાણામાં માલ ગોડાઉન રોડ પરના 7 ફ્લેટોના રહીશોમાં ઝાડા-ઉલટી, પેટમાં દુ:ખાવાની ફરિયાદ

મહેસાણાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • ફરિયાદ મળી છે, પરંતુ ડ્રેનેજમાં કોઇ તકલીફ નથી છતાં સફાઇ કરાવી દઇશું, પાલિકા
 • ભૂમિ, ખુશી, સોમનાથ, શ્રીજી, શ્રુતિ, હર્ષ અને દેવર્ષી ફ્લેટને મળતાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જતાં રોગચાળો ફેલાયાની સ્થાનિકોની ફરિયાદ, પાલિકા હરકતમાં

મહેસાણાના માલ ગોડાઉન રોડ અર્બન બેંક રોડ પર આવેલા ભૂમિ ડુપ્લેક્ષ, ખુશી ફ્લેટ, શ્રીજી ફ્લેટ સહિત 7 જેટલા ફ્લેટોમાં ગટરનું પાણી પીવાના પાણીમાં ભળી જતાં ઝાડા-ઉલ્ટી અને પેટમાં દુ:ખાવાની ફરિયાદ ઉઠતાં પાલિકાને જાણ કરાઇ હતી. જે અંગે પાલિકાના ટીપી વિભાગના વિશાલ પટેલે કહ્યું કે, પીવાના પાણીમાં ઇસ્યુ હોવાની ફરિયાદ મળી છે, પરંતુ ડ્રેનેજમાં કોઇ તકલીફ નથી છતાં શનિવારે રાત્રે સફાઇ કરાવી દઇશું.

માલ ગોડાઉન રોડ પર આવેલા અર્બન બેંક રોડ પર ગટર ઉભરાતાં રોડ પર તળાવ ભરાતું હતું. અનેક રજૂઆતોને પગલે પાલિકાએ અહીં ઉભરાતી ગટરલાઇન બંધ કરી છે, પરંતુ તેમાં થયેલા લીકેજને પગલે ગટરનું પાણી અહીં આવેલા ભૂમિ ડુપ્લેક્ષ, ખુશી ફ્લેટ, સોમનાથ ફ્લેટ, શ્રીજી ફ્લેટ, શ્રુતિ ફ્લેટ, હર્ષ ફ્લેટ, દેવર્ષી ફ્લેટ સહિત 7 ફ્લેટોની પાણીની ટાંકીમાં ભળતાં સ્થાનિકોમાં પેટમાં દુ:ખાવાની સાથે ઝાડા-ઉલ્ટીની ફરિયાદ અંગે પાલિકામાં રાવ કરાઇ હતી.

બીમારી છતાં ફ્લેટમાં કોઇ જોવા આવ્યું નથી, રહીશો
અહીં રહેતા વિમળાબેન પટેલે કહ્યું કે, ગંદુ પાણી પીવાના શુદ્ધ પાણી સાથે મિક્સ થયાની આશંકા છે. લોકોને પેટમાં દુ:ખાવા સહિતની ફરિયાદ ઉઠી છે. જ્યારે મનીષાબેન પટેલે કહ્યું કે, દરેક ફ્લેટોમાં બીમારીની સમસ્યા છે, છતાં કોઇ જોવા પણ આવતું નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો