તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહેસાણામાં મોંઘાદાટ રહેણાંક અને કોમર્શિયલ કોમ્પલેક્ષ ધરાવતા રાધનપુર રોડ પર ગંદા નાળાને સ્પર્શતી રામોસણા પંચાયતની 40 જેટલી સોસાયટીઓ તેમજ પાલિકાની ઇન્દિરાનગર સુધીની 15 જેટલી સોસાયટીઓમાં ગંદા પાણીના નિકાલની પર્યાપ્ત સુવિધાના અભાવે રહિશોની દુર્દશા સર્જાઇ છે. એવામાં વ્હોળામાં નિકાલ થતું ગંદું પાણી માર્ગ અને મકાન વિભાગે કામગીરીના ભાગરૂપે પાળો કરી રોકતાં આસપાસના રહીશો માથુ ફાટી જાય તેવી દુર્ગંધથી તોબા પોકારી ગયા છે.
તો પીલુદરા સિંચાઇ કેનાલના પાણી રામોસણા તળાવથી ઓવરફ્લો થઇ વ્હોળામાં નિકાલ થતાં ગંદા પાણીનું સરોવર સર્જાયું છે. પરિણામે પ્રમુખફ્લોરા ફ્લેટ સહિતમાં મચ્છરોનો એટલો ઉપદ્રવ થયો છે કે રહીશો હવે કહી રહ્યા છે હવે તો આ દુર્ગંધથી અમે મરી જઇશું. પાલિકાની ડ્રેનેજ શાખાના સૂત્રો કહે છે કે, પંચાયતની સોસાયટીઓના ગેરકાયદે જોડાણો વ્હોળામાં હોઇ ગંદું પાણી ભરાય છે. રામોસણાના સરપંચ બાબુભાઇ પટેલ કહે છે કે, ડેરીનું પાણી વ્હોળામાં આવે છે. સિંચાઇનું પાણી ઓવરફ્લો થઇને આવ્યું છે. અમે તો 40 સોસાયટીઓને વ્હોળામાં પાણી નિકાલ ન કરી શોષકૂવાનો ઉપયોગ કરવા નોટિસ આપી છે.
મચ્છરોથી બચવા ઘરના બારણે જાળી લગાવી
જ્યોતિબેન સોની, રીટાબેન ઓઝા સહિતની મહિલાઓએ કહ્યું કે, પ્રમુખ ફ્લોરાના રહીશોએ ઘરમાં મચ્છર ન આવે એટલે પાતળી જાળી લગાવી છે. રોજ સાંજે દવા છાંટવી પડે છે. છેલ્લા એક વર્ષથી આવી દુર્દશા છે.
કલવર્ટથી ઇન્દિરાનગર સુધી લાઇન લંબાવી જોઇએ
હાલ માર્ગ-મકાન વિભાગ દ્વારા રાધનપુર નાળાથી દેદિયાસણ રોડ તરફના પટ્ટામાં નવો રોડ, વરસાદી લાઇન અને ડ્રેનેજલાઇન નખાઇ રહી છે. અહીં રાધનપુર નાળા નજીક કરાયેલા બોક્સ કલવર્ટથી ગંદા પાણીની લાઇન રામોસણાના વ્હોળા પટ્ટા થઇને ઇન્દિરાનગર સુધી લંબાવવામાં આવી સોસાયટીઓનાં જોડાણો તેમાં અપાય તો સમસ્યા હલ થઇ શકે તેમ હોવાનું રામોસણા એનએ વિસ્તારના દિપકભાઇ પટેલે જણાવ્યું હતું.
આ સોસાયટીઓમાં મચ્છરથી પરેશાન
રાધનપુર રોડ ઉપર આવેલી પ્રમુખફ્લોરા, સીલીકોન હોમ્સ, રાજધાની ટાઉનશીપમાં 10 સોસાયટીઓ, શ્યામકુટીર, આરૂષ આયકોન, આરુષગ્રીન, સોમેશ્વર સહિત 40 સોસાયટીઓ છે. આ જ રોડ પર આવેલી ઉમા સંસ્કાર વિદ્યાલયમાં પણ મચ્છરોનો ઉપદ્રવ જોવા મળ્યો હતો.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.