તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:રાધનપુર રોડથી રામોસણા રેલવે લાઈન સુધી બોક્ષ કલવર્ટ લંબાવવા રહીશોની માંગ

મહેસાણા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કામગીરી પૂર્ણ થતાં ટૂંક સમયમાં નીતિનભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરાશે
  • 30 સોસાયટીઓના 10 હજાર રહીશોના આરોગ્ય, રસ્તા, પાણી નિકાલ સહિતના પ્રશ્નો હલ થઈ શકે તેવી રજૂઆત

મહેસાણા શહેરના રાધનપુર રોડથી રામોસણા રેલવે લાઈન સુધી બોક્ષ કલવર્ટ લંબાવવા માટે સ્થાનિક રહીશોએ વહિવટી તંત્ર સમક્ષ માંગ કરી છે. આ માગણી અનુસાર જો રામોસણા રેલવે લાઈન સુધી બોક્ષ કલવર્ટ લંબાવાય તો 30 સોસાયટીના 10 હજારથી વધુ રહીશોના અનેક પ્રશ્નો હલ થઈ શકે તેમ છે. રાધનપુર રોડથી દેદિયાસણ તરફ જતા પાણીના વહેણ ઉપર બોક્ષ કલવર્ટની કામગીરી પૂર્ણ થતાં ટૂંક સમયમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે લોકાર્પણ થવાનું છે. ત્યારે બોક્ષ કલવર્ટની કામગીરી રામોસણા રેલવે લાઈન સુધી લંબાવવાની સ્થાનિક રહીશોએ માગણી કરી છે.

વિસ્તારના અગ્રણી અને એડવોકેટ કેતનભાઈ વી. પટેલે કહ્યું કે, રાધનપુર રોડથી રામોસણા રેલવે લાઈન સુધી 25 થી 30 સોસાયટીઓમાં અંદાજે 10 હજાર જેટલી વસતી રહે છે. બોક્ષ કલવર્ટ બને તો 3 હજાર રહેણાંક મકાનોમાં રહેતા લોકોનો આરોગ્યનો, રસ્તાનો, પાણી નિકાલનો વર્ષો જૂનો પ્રશ્ન હલ થઈ શકે તેમ છે. તેના કારણે મહેસાણા શહેરના વિકાસમાં વધારો થઈને લોકોની સમસ્યાઓનું પણ નિરાકરણ આ‌વશે.

અન્ય સમાચારો પણ છે...