તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Resident Additional Collector Pradipsinh Rathore Said At The Farewell Ceremony, "I Consider All Those Who Work With Me As My Family.

બદલી થતાં વિદાય સમારંભ યોજાયો:નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડે વિદાય સમારંભમાં કહ્યું, મારી સાથે કામ કરતા તમામ લોકોને હું મારો પરિવાર માનું છું

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દરેક કર્મચારી પાસે આવતો કાગળ એ માત્ર કાગળ નહી પરંતુ વ્યક્તિ છે:અધિક કલેકટર

મહેસાણા જિલ્લામાં ફરજ બજાવતા નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડની બદલી અરવલ્લી જિલ્લામાં બદલી થતા કલેકટર કચેરીના કર્મચારીઓ દ્વારા વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે નિવાસી અધિક કલેકટરને પ્રોબેશન આઇ.એ.એસ અધિકારી કંચન બેન દ્વારા સાકર,નાળીયેર આપી પ્રગતિ માટે શુભકામનાઓ પાઠવવામા આવી હતી. આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે મારી સાથે કામ કરતા તમામ લોકોને હું મારો પરિવાર માનું છું.

મારો આ સ્વભાવ જ મને પ્રેરણા અને શક્તિ આપે છેઆ પ્રસંગે નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે મારી સાથે કામ કરતા તમામ લોકોને હું મારો પરિવાર માનું છું અને મારો આ સ્વભાવ જ મને પ્રેરણા અને શક્તિ આપે છે. મારા મહેસાણા જિલ્લાના કાર્યકાળ દરમિયાન જિલ્લાના તમામ કર્મચારીઓનો સહયોગ અને સાથ મળ્યો છે. અધિક કલેકટરે જણાવ્યું હતું કે દરેક કર્મચારીઓ તેમની ક્ષમતા પ્રમાણે કાર્ય કરે છે. કર્મચારીઓ ઉર્જા અને ઉત્સાહને પગલે જિલ્લામાં વહીવટીતંત્રની માનવતાવાદી છાપ ઉભી થઇ છે. આપણે સેવક તરીકે નાગરિકોના પ્રશ્નોનું હકારત્મક નિવારણ કરીએ તો કામનો સંતોષ મળે છે.

દરેક કાગળમાં નાગરિકની લાગણીઓ,સુખ અને સંતોષ સમાયેલું છેનિવાસી અધિક કલેકટરે જણાવ્યું હતું કે દરેક કર્મચારી પાસે આવતો કાગળ એ માત્ર કાગળ નહી પરંતુ વ્યક્તિ છે જેમાં નાગરિકની લાગણીઓ,સુખ અને સંતોષ સમાયેલું છે.ગુડ ગર્વનસ તરીકે આપણે પણ અભિગમ બદલી નાગરિકોના જીવનમાં સુખદ પરિવર્તન માટે પ્રયત્નશીલ રહેવું જોઇએ. નિવાસી અધિક કલેકટર પી.બી.રાઠોડે જણાવ્યું હતું કે આ ભુમિ પ્રત્યે મારૂ પુર્વ જન્મનું ઋણ હશે. જેથી સમયાંતેર મહેસાણામાં કામ કરીને ઋણ ઉતારવાની તક મળી છે.

નિવાસી અધિક કલેકટરે કલેકટર કચેરીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓનો વ્યકિગત આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત તેમની ફરજ દરમિયાન તેમના પરીવારજનોએ આપેલ સાથ અને સહકાર બદલ તેમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મહેસુલી અધિકારીઓ અને કર્મચારીઓએ જણાવ્યું હતું કે નિવાસી અધિક કલેકટર તેમની વહીવટી કુશળતા અને મતીભાષી સ્વભાવને કારણે કર્મચારીઓ સહિત જિલ્લાના નાગરિકોમાં પ્રિય બન્યા છે. અતિભારણ કામના સમયમાં પણ કર્મચારીઓની પડખે રહ્યા છે. અધિક કલેટરની આગવી સુઝબુઝ,કુનેહને પગલે જિલ્લામાં નાગરિકોના પ્રશ્નોનું હકારત્મક નિરાકરણ થયું હતું. નિવાસી અધિક કલેકટરને કલેકટર કચેરીના કર્મચારીઓ દ્વારા સ્વાગત સન્માન કરી તેમની પ્રગતિ માટે શુભકામનાઓ પાઠવામાં આવી હતી. આ કાર્યક્રમમાં એન..આઇ.સી અધિકારી પ્રશાંત શર્મા,નાયબ કલેકટર મામલતદારઓ,નાયબ મામલતદારઓ સહિત કલેકટર કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...