રજૂઆત:વિજાપુરમાં રમણ પટેલને રિપીટ કરાતા ભાજપ કાર્યકરોની કમલમમાં રજૂઆત

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગર પહોંચેલા આગેવાનોની ઉમેદવાર બદલવા માગ

વિજાપુરમાં રમણલાલ પટેલને ભાજપે ઉમેદવાર તરીકે છેલ્લી ઘડીએ રિપીટ કરતાં ભાજપમાં ભડકો થયો છે અને નારાજ કાર્યકરો અને આગેવાનોએ શનિવારે ગાંધીનગર કમલમ ખાતે મોટી સંખ્યામાં પહોંચી વિરોધ દર્શાવી રજૂઆત કરી હતી.

વિજાપુરના હાલના ધારાસભ્ય રમણભાઈ પટેલને રિપીટ નહીં કરવા માટેની પાર્ટી સમક્ષ તાલુકાના આગેવાનો અને કાર્યકરોની લાગણી બાદ પણ છેલ્લી ઘડીએ ભાજપે રમણભાઈને રિપીટ કરતાં ભડકો થયો છે અને બહુચરાજી બાદ વિજાપુર તાલુકામાંથી પણ કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં શનિવારે ગાંધીનગર કમલમ કાર્યાલય ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા.

તાલુકાના આગેવાનો ગોવિંદભાઈ પટેલ, કનુભાઈ ચૌધરી સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ગાંધીનગર કમલમ ખાતે રિપીટ કરેલા ઉમેદવાર સામે તેમણે રોષ પ્રદર્શિત કર્યો હતો. મોટી સંખ્યામાં પહોંચેલા આ કાર્યકરો સાથે પ્રદેશ સંગઠન મંત્રી પ્રદિપસિંહ વાઘેલાને રજૂઆત કરી આગામી ચૂંટણીમાં આ બેઠક પર ભાજપને મોટું નુકસાન થશે તેવી ભીતિ વ્યક્ત કરી હતી. વાઘેલાએ તેમની વાત સાંભળ્યા બાદ તેમણે આ અંગે મોવડી મંડળને રજૂઆત કરવાની ખાતરી આપી હતી. આ પછી વિરોધ પ્રદર્શન કરવા આવેલા કાર્યક્રરો અને આગેવાનો પરત ફર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...