તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:પાલાવાસણાથી બહુચરાજી રોડ પર જૂના કાપી કઢાયેલા વૃક્ષોની જગ્યાએ નવા રોપો

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોકળગઢના પ્રકૃતિપ્રેમીનું નિવાસી કલેક્ટરને આવેદન

મહેસાણાના પાલાવાસણા થી બહુચરાજી રોડ ઉપર ઘણા વૃક્ષો વિકાસના કામમાં કાપવામાં આવ્યા છે. ત્યારે આ રોડ ઉપર નવા વૃક્ષો વાવવા સહયોગની તૈયારી સાથે ગોકળગઢ ગામના પ્રકૃતિપ્રેમી રાજુભાઇ ચૌધરી દ્વારા અધિક નિવાસી કલેક્ટરને આવેદન આપી માંગ કરી હતી.

ગોકળગઢના પ્રકૃતિપ્રેમી અને ખેડૂત એકતા મંચના યુવાન રાજુભાઇ ચૌધરીએ કહ્યું કે, વિકાસ કામ કે અન્ય કારણસર પાલાવાસણાથી બહુચરાજી રોડ ઉપર જૂના વૃક્ષો કાપવામાં આવ્યા છે. પ્રકૃતિના આ જીવોને વિસ્તારવા અને ટકાવવા જરૂરી છે.તંત્ર સાથે નવીન વૃક્ષો વાવવા મદદરૂપ થવા તૈયાર છીએ. વૃક્ષ રોપવાની જગ્યા ફાળવાય, ખાડા કરવા જેસીબી મૂકાય તો આ રોડ ઉપર નવીન વૃક્ષો વાવવામાં સહયોગ આપીશું

અન્ય સમાચારો પણ છે...