તાપમાન:ગરમીથી તોબા, પારો 34 ડિગ્રીની પાર

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભારે ઉકળાટ બાદ મોડીસાંજે ઝરમર વરસાદ, આજે હળવા વરસાદની આગાહી

બુધવારે સવાર થી સાંજ સુધી માથું ફાડતી ગરમી સાથે ઉકળાટ રહ્યો હતો. બીજી બાજુ 5 શહેરોમાં ગરમીનો પારો 34 ડિગ્રીની પાર રહ્યો હતો. અપર એર સાયકલોનીક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે આ સ્થિતિ બની હતી.મોડી સાંજે મહેસાણામાં ઝરમર વરસી બંધ થઈ ગયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુરુવારે અપર એર સાયકલોનીક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતના છુટાછવાયા વિસ્તારોમા હળવો વરસાદ પડી શકે છે. જેમાં બનાસકાંઠા અને પાટણમાં વરસાદની શકયતા વધુ રહી શકે છે.

અન્ય સમાચારો પણ છે...