રજૂઆત:પરાની આઠેય ઓળમાં નવા રોડ પહેલા દબાણો દૂર કરો

મહેસાણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ વિસ્તારના સદસ્યએ પાલિકામાં રજૂઆત કરી

મહેસાણા શહેરના વોર્ડ નં.11માં આવેલ પરાની આઠેય ઓળમાં સી.સી રોડ મંજુર થયા છે.પરંતુ ઓળમાં રોડ બનાવતા પહેલા સર્વે કરીને રસ્તાની પહોચાળનું ડીમાર્કેશન કરવામાં આવે અને દબાણો દુર કર્યા બાદ જ રોડ બનાવવો સહિત ત્રણ અલગ અલગ રજૂઆતો વિસ્તારના કોર્પોરેટર કનુભાઇ પટેલે નગરપાલિકામાં કરી છે.

નગરપાલિકા દ્વારા હવે એક પછી એક કામોના ટેન્ડર કરીને વિકાસ કામો શરૂ કરવા કવાયત કરી છે.આ દરમ્યાન ટી.પી ચેરમેન અને વોર્ડ નં.11ના કોર્પોરેટર કનુભાઇ પટેલે પાલિકામાં લેખિત આપતા કહ્યુ કે, આઠ ઓળમાં રોડ બનાવતા પહેલા દબાણો દૂર કરો અને પછી સીસી રોડ બનાવો.પરા તળાવમાં કમ્પાઉન્ડ વોલ બનાવામાં આવનાર છે.

જોકે તળાવ આજુબાજુમાં જુના મકાનોનો મલબા ,રોડા, માટી વગેરે નાંખીને તળાવ તેની મુળ જગ્યાએથી વધુ પડતુ પુરાણ થયેલુ દેખાય છે.જેથી તળાવની મૂળ જગ્યાએથી કમ્પાઉન્ડ વોલ બનાવામાં આવે.તળાવમાં ઘણી જગ્યા પુરાણમાં હોઇ તે ખુલ્લી કર્યા પછી કમ્પાઉન્ડ વોલ બનાવા માંગ કરાઇ છે.જ્યારે પરાના સ્વામી વિવેકાનંદ લેકમાં ઉગેલી જંગલી વેલના કારણે દુર્ગધ ફેલાય છે.વોકિંગ કરવા આવતા નાગરીકો, સહેલગાહે આવતા બાળકોના આરોગ્યનું જોખમ સર્જાઇ શકે છે.જંગલી વેલના કારણે તળાવની શોભા બગડે છે ત્યારે સત્વરે વેલ દૂર કરવા રજુઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...