અકસ્માતનો ભય:સામેત્રા બાયપાસ સર્કલ પર નડતરરૂપ ઝાડીઓ દૂર કરો

મહેસાણા18 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેસાણાના સામેત્રા બાયપાસ સર્કલ આજુબાજુના ડીવાઇડર ઉપર ઘણા વૃષોની ઝાંડીઓ છવાઇ હોઇ વાહનચાલકોને અકસ્માતનો ભય હોવાનો એક જાગૃત વાહનચાલકે જિલ્લા કલેકટર કંન્ટ્રોલરૂમાં ટેલીફોનીક ફરિયાદ કરી હતી. કન્ટ્રોલથી સ્ટેટ માર્ગ અને મકાન વિભાગનો સંપર્ક કરાયો તો નેશનલ હાઇવે ઓથોરીટી ઇડરનો નંબર થમાવી દેવાયો પણ આ નંબર ડાયર કરતાં કંન્ટ્રોલ કર્મીને નેટવર્ક બહાર હોવાનો મેસજ સાંભળવા મળ્યો હતો.જેને પગલે બાયપાસ સર્કલ આજુબાજુ ડીવાઇડરમાં ઝાંડીઓ ઠેરની ઠેર રહેતાં અકસ્માતનો ભય યથાવત રહ્યો છે.

સામેત્રા બાયપાસ સર્કલ આજુબાજુ ડીવાયડરમાં વૃક્ષોના કારણે ચોમેરથી આવનજાવન કરતાં વાહનચાલકોને સામે વાહન જોવામાં મુશ્કેલીઓ સર્જાય છે. ડીવાઇડરમાં રોડ સાઇડ લચી પડેલી ઝાંડીઅો દૂર કરવામાં ન આવતા વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.આ અંગે જિલ્લા ડિઝાસ્ટરમાં ફોન કરનાર જાગૃત નાગરીક ભાવેશભાઇ પટેલે કહ્યુ કે, મેઇન બાયપાસ રોડનું ડીવાઇડર છે અને વૃક્ષોની ઝાંડીઓ ફેલાઇ હોઇ વાહનચાલકોને અકસ્માત સર્જાઇ શકે છે એટલે રોડ સાઇડની ઝાડીઓ દૂર કરવા માટે તંત્રમાં જાણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...