કોરોના અપડેટ:મહેસાણા જિલ્લામાં છેલ્લા પંદર દિવસથી એકપણ કોરોનાનો કેસ ન નોંધાતા રાહત

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંભવિત ત્રીજી લહેરને સેમ્પલ લેવામાં વધારો કરાયો

મહેસાણા જિલ્લામાં હાલ કોરોનાનું સંક્રમણ સંપૂર્ણ કાબૂમાં છે. છેલ્લા પંદર દિવસથી જિલ્લામાં એકપણ કેસ નોંધાયો નથી. જેથી તંત્ર અને જિલ્લાવાસીઓ રાહતને શ્વાસ લઇ રહ્યાં છે. જ્યારે જિલ્લામાં હવે એક્ટિવ કેસની સંખ્યા માત્ર એક પર રહી છે.

જિલ્લામાં ગઈગકાલે 1061 સેમ્પલ લેવામા આવ્યા હતા. જેના પરિણામ આજે આવતા તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતા. જેથી જિલ્લામાં હવે કુલ એક્ટિવ કેસની સંખ્યા માત્ર એક જ રહી છે. જિલ્લામાં આજે ફરી વાર 2956 સેમ્પલ લેવામા આવ્યા છે, જેના પરિણામ આવતીકાલે આવશે.

મહત્વનું છે કે, મહેસાણા જિલ્લામાં કોરોનાની બીજી લહેર દરમિયાન દરરોજ 500 આસપાસ કેસ નોંધાઈ રહ્યા હતા, પરંતુ જિલ્લામાં ત્યારબાદ કોરોનાનું સંક્રમણ કાબૂમાં આવતા હાલ માત્ર 1 જ એક્ટિવ કેસ છે. જિલ્લામાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા માટે પણ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...