ખેડૂતોમાં રાહત:મહેસાણા જિલ્લામાં 33500 થેલી DAP ખાતર ફાળવાતાં ખેડૂતોમાં રાહત

મહેસાણા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિઝનમાં ઘઉં સહિતના વાવેતર સમયે ખાતર ન મળતાં ખેડૂતો ફાંફે ચડ્યા હતા
  • મહેસાણા​​​​​​​ રેલવે સ્ટેશને 1675 મેટ્રીક ટન ખાતર ભરેલી આખી રેન્ક આવી

રવિ સિઝનમાં ઘઉં સહિતના શિયાળુ પાકના વાવેતર સમયે જ રાસાયણિક ખાતર નહીં મળતાં ખેડૂતોને રઝળપાટ કરવી પડતી હતી. દરમિયાન, સોમવારે મહેસાણા જિલ્લામાં 1675 મેટ્રીક ટન એટલે કે 33,500 થેલી ડીએપી ખાતર આવતાં ખેડૂતોને વાવણી સમયે પૂરતા પ્રમાણમાં મળી રહેશે.

જિલ્લામાં ખાતરની એક રેન્ક આવતાં જરૂર મુજબ તાલુકામાં ફાળવણી શરૂ કરાઇ હોવાનું ખેતીવાડી વિભાગના સૂત્રોએ કહ્યું હતું. જિલ્લા ખેતીવાડી નાયબ વિસ્તરણ અધિકારી એ.આર. ગામીએ કહ્યું કે, આગામી દશ દિવસ ઘઉંની વાવણી ચાલશે. જિલ્લામાં 50-50 કિલોની 33,500 થેલી ખાતર આવ્યું હોઇ તમામ તાલુકામાં જરૂરિયાત મુજબ ફાળવાશે. રૂ.1200ના ભાવે ખાતર ખેડૂતોને ઉપલબ્ધ થશે.

અન્ય સમાચારો પણ છે...