તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાય:બહુચરાજીથી શંખલપુર ધોવાયેલો રોડ રિપેર કરાતાં 15 ગામોને રાહત

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દર ચોમાસામાં રોડ તૂટી જતો હોઇ યાત્રિકોને હેરાનગતિ

યાત્રાધામ બહુચરાજીથી શંખલપુરને જોડતો ત્રણ કિમીનો ડામર રોડ ધોવાઇ ગયા બાદ લોકોને પડતી હાલાકી નિવારવા જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવતાં આ વિસ્તારના ૧૫ થી વધુ ગામોના લોકોને રાહત થઇ છે.બહુચર માતાજીના બે પ્રાચીન સ્થાનકોને જોડતો આ અતિ મહત્વનો રોડ છેલ્લા વરસાદમાં ૭૦ ટકાથી વધુ ધોવાઇ ગયો હતો, જેના કારણે બહુચર માતાજીના દર્શનાર્થે આવતા પગપાળા સહિતના યાત્રિકોને ભારે હાલાકીનો ભોગ બનવું પડતું હતું.

જે અંગે તંત્રનું ધ્યાન દોરાતાં જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા છેલ્લા એક સપ્તાહથી રોડ રિપેરિંગનું કામ હાથ ધરાયું છે. સરપંચ પરેશભાઈ પટેલે જણાવ્યું કે, આ રોડ ઉપર ચોમાસામાં પાણી ભરાઇ રહેતું હોઈ વારંવાર તૂટી જાય છે, પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોઈ બહુચરાજીથી શંખલપુર સુધીનો 3 કિલોમીટરનો રોડ આરસીસી બનાવી બંને બાજુ ગટર બનાવી પાણી ડોડીવાડા રૂપેણ નદીમાં નિકાલ કરવામાં આવે તો જ કાયમી ઉકેલ આવી શકે તેમ છે, જે માટે નાયબ મુખ્ય મંત્રી નિતિનભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...