તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:કડીના કણજરીમાં મકાન વેચવાની ના પાડતાં બે પુત્રોએ પિતાની હત્યા કરી લાશ દાટી દીધી

થોળ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • પાપ છુપાવવા કોરોનાથી મોત થયાનું જાહેર કર્યું, પણ કાકાને શક પડતાં કરેલી પૂછપરછમાં કબૂલ્યું
  • સેડફાથી રડાર જવાના રસ્તે ખાડામાંથી લાશ કાઢી પીએમ માટે અમદાવાદ મોકલી, બંને પુત્રોની ધરપકડ

કડી તાલુકાના કણજરી ગામે મકાન વેચવા મામલે બે સગાભાઈઓ પિતાની હત્યા કરી લાશ જમીનમાં દાટી દીધી હતી અને તેમનું મોત કોરોનાથી થયાનું જાહેર કર્યું હતું. પરંતુ મૃતકના ભાઇએ શંકાના આધારે કરેલી પૂછપરછમાં બંનેએ પિતાની હત્યા કરી હોવાનું કબૂલતાં બાવલુ પોલીસે હત્યાનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે.

કડીના ભાલઠી ગામના હુસેનભાઈ કાસમભાઈ મલેક છેલ્લા 10 માસથી તેમની સાસરી કણજરી ગામે બે પુત્રો સમીર અને સફિર સાથે રહે છે. સમીરે અમદાવાદમાં નવું મકાન રાખેલું હોઇ તેના પિતાને ભાલઠીવાળું મકાન વેચી મારવા કહેતો હતો. આ બાબતે 10 દિવસથી પિતા-પુત્ર વચ્ચે તકરાર ચાલતી હતી. ગત 29 મેના રોજ રાત્રે વાગે હુસેનભાઈએ કડીમાં રહેતા નાનાભાઈ સાબીરને ફોન કરી મારા છોકરા ભાલઠીનું મકાન વેચવાનું કહે છે તું સમજાવ તેમ કહ્યું હતું.

દરમીયાન, 2 જૂનની રાત્રે 2 વાગે સમીરે તેના કાકા સબીરભાઈને ફોન કરી તેના પપ્પા હુસેનભાઈ કોરોનામાં મરણ ગયા હોવાની જાણ કરી હતી. આથી સાબિરભાઈ સહિત બીજા દિવસે કણજરી આવ્યા હતા અને સાબિરભાઈએ કોરોના રિપોર્ટની ફાઇલ માંગી અને ક્યાં દફનાવ્યા તેની પહોંચ માંગતા ભત્રીજા સમીરે કહ્યું કે, મારા મિત્ર વિશાલ પાસે છે તેમ કહ્યું હતું. સબીરભાઈને શક જતાં વધુ પૂછતાં તેણે રિપોર્ટ અને ફાઇલ માટે કાલે આવજો.તેમ કહી તે દિવસે બેસણું અને વિધિ પતાવી દીધી હતી. બીજા દિવસે પંથોડા ફાઇલ પડી છે તેમ કહી સમીર તેના કાકા સબીરભાઈ અને કુટુંબીજનોને લઇ ગયો હતો. પરંતુ સમીરને ભીંસમાં લેતા તેણે સાચી હકીકત જણાવી દીધી હતી.

સમીર અને સફીર બંને ભાઇઓએ તેમના પિતા હુસેનભાઈને તેમણે જ મારી નાખ્યાનું કબૂલતાં કહ્યું કે, અમે નવું મકાન અમદાવાદમાં રાખેલું છે અને તેના પૈસા ભરવાના હતા અને પિતા આપતા નહોતા. ભાલઠીનું મકાન વેચી મારવા કહ્યું પણ માનતા ન હતા. તેથી 31 મેની રાત્રે એક વાગે પિતા આંગણામાં સૂતા હતા ત્યારે માથામાં ઊંધું ધારિયું મારી ગળું દબાવી મારી નાખ્યા હતા અને લાશ રાત્રે જ બાઇક ઉપર લઇ થોળથી સેડફા ગામથી રડાર જવાના રસ્તે જેસીબીથી ખોદેલા ખાડામાં દાટી દીધી હતી. જે અંગે મૃતકના ભાઇ સાબીરભાઇએ બાવલુ પોલીસ મથકે જાણ કરતાં રવિવારે બાવલુ પીએસઆઈ એ.એન. દેસાઈએ ઘટના સ્થળે જઇ લાશ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ મોકલી આપી હતી અને સમીર હુસેનભાઈ મલેક અને સફિર હુસેનભાઈ મલેકની હત્યાના ગુનામાં ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...