ભરતી પ્રક્રિયા:ઉત્તર ગુજરાતમાં પંચાયત હસ્તકની 210 જગ્યા માટે ભરતી પ્રક્રિયા

મહેસાણા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તા.18 ફેબ્રુઆરીથી આગામી તા.8 માર્ચ સુધી ઓનલાઇન એપ્લાય કરી શકશે

ગુજરાત સેવા પસંદગી મંડળ દ્વારા ઉત્તર ગુજરાતમાં જિલ્લા પંચાયત હસ્તકની વર્ગ-3 ના જુનિયર ક્લાર્ક(વહિવટી અને હિસાબી)ની 210 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શુક્રવારથી શરૂ કરાઇ છે. સીધી ભરતી માટે ઉમેદવારોએ તા.18 ફેબ્રુઆરીથી આગામી તા.8 માર્ચ સુધી ઓનલાઇન એપ્લાય કરી શકશે. જેમાં ઉમેદવારએ ojas.gujarat.gov.in અને gpssb.gujarat.gov.in વેબસાઇટ પર જઇ ફોર્મ ભરી શકશે.

જુનિયર ક્લાર્કની 210 જગ્યાઓ પૈકી 115 જગ્યાઓ સામાન્ય, 19 જગ્યા આર્થિક રીતે નબળા વર્ગ, 47 જગ્યા સા.શૈ.પછાત વર્ગ, 13 જગ્યા અનુ.જાતિ, 16 જગ્યા અનુ.જન જાતિ, 19 જગ્યા માજી સૈનિક માટે અને 14 જગ્યા દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત રખાઇ છે.જે માટે અરજી કરી શકાશે.

ઉ.ગુ.માં 210 જગ્યા ભરાશે
જિલ્લો કુલ જગ્યા
મહેસાણા 61
પાટણ 36
બનાસકાંઠા 51
સાબરકાંઠા 38
અરવલ્લી 24
કુલ 210

અન્ય સમાચારો પણ છે...