કોરોના રસીકરણ:મોદીના જન્મદિને ઉત્તર ગુજરાતમાં રેકોર્ડ- બ્રેક 2.81 લાખ લોકોને રસી અપાઇ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મહેસાણા ગજાનંદ પાર્ટી પ્લોટ - Divya Bhaskar
મહેસાણા ગજાનંદ પાર્ટી પ્લોટ
  • સુરત અને અમદાવાદ કોર્પોરેશન બાદ મહેસાણા 73 હજાર ડોઝ સાથે રાજ્યમાં ત્રીજા ક્રમે
  • જિલ્લાના 775 કેન્દ્રો ઉપર 7000 કર્મચારીઓની મોડીરાત સુધી કામગીરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે શુક્રવારે ઉત્તર ગુજરાતમાં એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 2,81,151નું રસીકરણ થયું હતું. રાત્રે 7 કલાકની સ્થિતિએ મહેસાણા જિલ્લામાં 73 હજારથી વધુ લોકોને વેક્સિનનો પ્રથમ અને બીજો ડોઝ અપાઇ ચૂક્યો હતો. રાજ્યમાં સુરત અને અમદાવાદ કોર્પોરેશન બાદ જિલ્લાઓમાં સૌથી વધુ વેક્સિનેશન મહેસાણામાં થયું હતું.

શુક્રવાર સાંજે 7 વાગ્યા સુધીમાં સુરતમાં 1.86 લાખ અને અમદાવાદ કોર્પોરેશનમાં 1.42 લાખ ડોઝ અપાયા હતા. મહેસાણા જિલ્લામાં 775 કેન્દ્રો પર સાંજે 7 વાગ્યા સુધીમાં 73 હજારથી વધુનું વેક્સિનેશન થયું હતું. આ કામગીરી આરોગ્ય કેન્દ્રો, આંગણવાડી કેન્દ્રો, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન પર કરાઇ હતી. મોડી રાત સુધી ચાલનારી કામગીરીમાં 1000 આરોગ્ય સ્ટાફ, આશાબહેનો, 610 સરપંચો અને તલાટી, 4 હજાર આંગણવાડી કાર્યકરો તેમજ 1500થી વધુ શિક્ષકોને જવાબદારી સોંપાઇ હતી.

તાલુકાવાર રસીકરણ

તાલુકોપ્રથમબીજોકુલ
બહુચરાજી5389631501
જોટાણા5416111152
કડી6234776714001
ખેરાલુ104626503696
મહેસાણા90451249721542
સતલાસણા97111772148
ઊંઝા94031864126
વડનગર168618213507
વિજાપુર114137684909
વિસનગર4114624810362
કુલ262564068866944

(શનિવાર સાંજે 6.15 કલાકની સ્થિતિએ)

અન્ય સમાચારો પણ છે...