તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોવિડ એપ:કોવિડ એપમાં 35 કોવિડ હોસ્પિટલની રીયલ ટાઇમ બેડની માહિતી અપડેટ અધ્ધરતાલ

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હોસ્પિટલો પાસેથી આરોગ્યતંત્ર રોજેરોજ ઓક્સિજન,વેન્ટીલેટર,બાયપેપ બેડ ભરેલા,ખાલીની વિગત મેળવે છે પણ હોસ્પિટલો એપ અપડેટ કરવામાં ઉદાસીન

જિલ્લામાં કોવિડ સારવાર આપતી 69 હોસ્પિટલમાં રીયલ ટાઇમ કેટલા વેન્ટીલેટર,બાયપેપ,ઓક્સિજન સાથે કે સાદી પથારી દર્દીથી ભરેલી છે, કેટલી ખાલી છે તેની અપડેટ માહિતી આપતી એપ જિલ્લા તંત્રએ લોન્ચ કર્યાના 9 દિવસ પછી પણ 35 હોસ્પિટલ બેની માહિતી અપડેટ કરવામાં ઉદાસીન રહી છે.આવી હોસ્પિટલો પૈકી ઘણી હોસ્પિટલોમાં 50 ટકા બેડ(યલોલાઇન) ખાલી એપમાં દર્શાવેલા છે,જ્યારે વાસ્તવમાં હોસ્પિટલમાં પૂછપરછ કરતાં બેડ ખાલી ન હોવાની માહિતી કે ઓછા બેડ ખાલી હોવાની માહિતી સામે આવી રહી છે.લોકોને સગવડ મળી રહે તે માટે લોન્ચ કરાયેલ એપમાં રોજેરોજ બેડની માહિતી અપડેટ ન થતાં ઉલ્ટાનું અગવડરૂપ બની રહ્યાની રાડ ઉઠી છે.

સાંઇક્રિષ્ણામાં દર્દી સ્ટેબલ થાય પછી 51 પૈકીના બેડમાં શિફ્ટ
સાંઇક્રિષ્ણા હોસ્પિટલમાં મુલાકાત લેતાં એનઆરએમબી માસ્ક સાથે 22, બાયપેપમાં 10, ઓક્સિજન પર 13 મળીને 51 પથારી દર્દીથી ભરાયેલ છે.જે અેપમાં સુચિત વિભાગ મુજબ સંકલિત માહિતી અપડેટ કરાયેલ હોવાનું તબીબોએ જણાવ્યુ હતું.ટ્રોમા સેન્ટરમાં ચાર પથારી છે.તબીબોએ કહ્યુ કે,ગંભીર દર્દીને પહેલા ટ્રાયલબેઝ ટ્રોમા સેન્ટરના બેડમાં ઓબ્ઝર્વેશન હેઠળ ટ્રીટમેન્ટ અપાય પછી સ્ટેબલ કરીને કઇ ટ્રીટમેન્ટની જરૂરીયાત છે તે મુજબ બાઈપેપ,વેન્ટિલેટર કે ઓક્સિજન બેડમાં શિફ્ટ કરાય છે.
કડી ભાગ્યોદય હોસ્પિટલમાં 30 ઓક્સિજન બેડ ખાલી
કડી ભાગ્યોદય હોસ્પિટલમાં ગુરુવારે આઇ.સી.યુ,બાઇપેપના તમામ 8 બેડ તેમજ વેન્ટીલેટર 32 બેડ દર્દીથી ભરાયેલા છે.જ્યારે ઓક્સિજન બેડ 86 માંથી 30 ખાલી છે.જિલ્લા તંત્રની એપમાં આ માહિતી અપડેટ ન હોઇ 155 બેડ પૈકી ગ્રીન લાઇનમાં 50 ટકાથી વધુ બેડ ખાલી બયાન કરી રહ્યા છે.

સાંઇક્રિષ્ણામાં ઇન્જેકશન દર્દીના સગા પાસે મંગાવાતા હોવાની રાવ
મહેસાણા સાંઇક્રિષ્ણા હોસ્પિટલમાં કેટલીક એન્ટીબાયોટેીક દવાઓ તેમજ ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ હોવાની સ્થિતિમાં દર્દીના સગા પાસેથી બહાર ખાનગી મેડિકલ સ્ટોરમાંથી મંગાવવામાં આવતો હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. અંગે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ર્ડા.વિષ્ણુભાઇ પટેલે પૂછતા તેમણે કહ્યુ કે, આવી કોઇ બાબત ધ્યાને નથી.સાંઇક્રિષ્ણામાં સિવિલ મેનેજમેન્ટ કામ કરે છે,ગાંધીનગર ફાર્માસ્યુટીકલથી ત્યાં સીધો દવા સ્ટોક આવતો હોય.

અન્ય સમાચારો પણ છે...