માંગણી:તમામ સરકારી કર્મીઓમાં જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરો

મહેસાણા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસુલી, શિક્ષણ,, ચેરીટી કમિશ્નર, GST, તલાટી, ગ્રામ સેવક સહિતે સંયુક્ત થઇ જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું

એન.પી.એસ.એ એક અસુરક્ષિત અને શેર બજાર આધારિત યોજના છે.આ એન.પી.એસની જગ્યાએ પુન: જૂની પેન્શન યોજના લાગુ કરવા મહેસાણા જિલ્લામાં તમામ સંવર્ગના સરકારી કર્મચારીઓના પ્રતિનિધીએ ગુરુવારે એકત્રિત થઇને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી માંગ કરી હતી.

મહેસુલી મંડળના જીગ્નેશભાઇ જાની, આઇટીઆઇના અમિત પંચાલ, ગ્રામસેવકમાં મનોજ પ્રજાપતિ તેમજ જીએસટી, ડી.આઇ.એલ.આર, પ્રા.શાળાના શિક્ષકો,ચેરીટી કમિશ્નર,મહેસુલી અને પંચાયત તલાટી વગેરે મંડળોના પ્રતિનિધીઓએ સંયુક્ત રજુઆત કરતાં કહ્યુ કે,ગુજરાત સરકારમાં નિમણૂક પામેલ વર્ગ 1 થી 4 સંવર્ગના અધિકારી,કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારના ધોરણે નવી વર્ધિત પેન્શન યોજના ફરજીયાતપણે લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવેલ પરંતુ એનપીએસ એ એક અસુરક્ષિત અને શેર બજાર આધારિત યોજના છે.

આ યોજના અંતર્ગત કર્મચારી,અધિકારી અને સરકારના 10 ટકા(કેન્દ્રસરકારના 14 ટકા) લેખે નાણાનું રોકાણ અત્યંત અસ્થિર અને અણધાર્યુા એવા શેરબજારમાં થતું હોઇ તે જાહેરહિતમાં કે કર્મચારીના હિતમાં જણાતું નથી.જેમાં વયનિવૃતિ બાદ ખુબ જ નજીવુ પેન્શન બાંધવામાં આવે છે.જેનાથી વૃધ્ધાવસ્થામાં જીવનનિર્વાહ કરવુ ખુબ જ કપરૂ છે.વળી અા પેન્શન યોજનામાં મોંઘવારી ભથ્થા કે નવા પગાર પંચનો પણ લાભ મળતો નથી.

ત્યારે જૂની પેન્શન યોજના પુન: મેળવવા ગુજરાત કર્મચારી મહામંડળ અને કર્મચારી સંકલન સમિતિ હેઠળ ગઠન થયેલ ટીમ ઓપીએસ ગુજરાતની માંગણી છે કે, એનપીએસની સાપેક્ષે ઓપીએસ સરકારી કર્મચારીઓ માટે વધુ ફાયદાકારણ અને હિતલક્ષી હોઇ રાજ્યમાં સત્વરે જૂની પેન્શન યોજના પુન: લાગુ કરવા તથા ફિક્સ પગારની પોલીસી બંધ કરી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અપીલ પરત ખેચી હાઇકોર્ટે આપેલ ચુકાદાની અમલવારી કરવા માગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...