શિયાળુ વાવેતર:મહેસાણા જિલ્લામાં 36 ડિગ્રીથી ઊંચું તાપમાન રહેતાં રાયડાનું વાવેતર 10 દિવસ મોડુ શરૂ થશે

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસામાં અપૂરતા વરસાદના કારણે શિયાળુ વાવેતર ઘટે તેવી પ્રબળ શક્યતા
  • ગત વર્ષે 10.76 લાખ હેક્ટરના અંદાજ સામે 11.74 લાખ હેક્ટરમાં થયું હતું જો ઓક્ટોબર પછી રાયડાનું વાવેતર કરાય તો ઓછા ઉતારાનો ભય રહે છે

ઉત્તર ગુજરાતમાં ઓક્ટોબરના અંત સુધીમાં રાયડાના વાવેતર સાથે શિયાળુ વાવેતરનો પ્રારંભ થતો હોય છે. સામાન્ય રીતે દિવસનું તાપમાન 33 ડિગ્રીથી નીચે આવે ત્યારે રાયડાનું વાવેતર શરૂ થતું હોય છે. જોકે, હજુ પણ મુખ્ય 5 શહેરોનું તાપમાન 36 થી 37 ડિગ્રીની વચ્ચે રહેતું હોઇ રાયડાના વાવેતરનો પ્રારંભ થઇ શક્યો નથી.

કૃષિ નિષ્ણાંતના જણાવ્યા અનુસાર, ઓક્ટોબર પછી જો રાયડાનું વાવેતર કરાય તો તેમાં રોગ-જીવાત સાથે ઓછા ઉતારાનો ભય રહે છે. વાતાવરણની સ્થિતિ જોતાં ચાલુ સાલે રાયડાનું વાવેતર ઘટશે તે નક્કી છે. આ સાથે વાવેતર દસેક દિવસ મોડુ થશે. બીજી બાજુ ચાલુ સાલે અનિયમિત ચોમાસુ અને અપૂરતા વરસાદના કારણે ખેડૂતો પાક પેટર્ન બદલશે. તેમજ ઉત્તર ગુજરાતના 15 પૈકી મોટાભાગના જળાશયોમાં પાણી ઓછું હોઇ ફેબ્રુઆરીથી સિંચાઇના પાણીની અછતના એંધાણ વર્તાશે તે નક્કી છે. જેને લઇ ચાલુ સાલે શિયાળુ વાવેતર વિસ્તાર ઘટી શકે છે. ગત વર્ષે શિયાળુ વાવેતરમાં 10.76 લાખ હેક્ટરના અંદાજ સામે 11.74 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું.

અન્ય સમાચારો પણ છે...