તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:મહેસાણા પાલિકાની ચૂંટણીમાં ચાના રૂ.1500 સુધી ખર્ચનું કાચું બિલ માન્ય

મહેસાણા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ખર્ચના હિસાબો 4-4 દિવસના અંતરે કચેરીએ રજૂ કરવા પડશે

મહેસાણા પાલિકાની ચૂંટણી લડતા ઉમેદવારદીઠ મહત્તમ રૂ.2.25 લાખની ખર્ચમર્યાદા અંગે ગુરુવારે ટાઉનહોલમાં ઉમેદવારોને માર્ગદર્શન આપ્યું હતું. જેમાં ચૂંટણી દરમિયાન કુલ રૂ. 20.25 લાખ સુધીની ખર્ચ મર્યાદામાંથી રૂ.1000થી રૂ.1500 સુધીના ચ્હાના ખર્ચના કાચા બિલ ચાલશે.તેનાથી વધુ રકમનો ચ્હા પાછળ ખર્ચ હશે તો ઉમેદવારોએ પાકું બિલ હિસાબોમાં રજૂ કરવું પડશે તેમ નોડલ અધિકારી અલ્પેશભાઇ પટેલ, ટ્રેઝરી કચેરીના હિસાબનીશે જણાવ્યું હતું.

તિજોરી શાખાના હિસાબનિશ એસ.એસ. નાડોદાએ જણાવ્યું કે, ઉમેદવારો કે તેમના માન્ય એજન્ટ મારફતે તા.20 અને 25 ફેબ્રુઆરી અને ત્યાર પછી તા.1 અને 5 માર્ચે ચાર-ચાર વોર્ડવાઇઝ ફાળવેલા અધિકારી સમક્ષ ખર્ચના હિસાબો રજૂ કરવાના રહેશે. ખર્ચના વાઉચર, બિલોની ફાઇલ સાથે દર 4 દિવસે સૂચિત તારીખે હિસાબો રજૂ કરવાના રહેશે.

બેઠકમાં ઉમેદવારોના સવાલ-જવાબ
- બેંક ખાતુ ખોલાવવું શું ફરજિયાત છે તો અધિકારીએ ના ફરજિયાત નથી, મરજિયાત છે તેમ જણાવ્યું હતું.
- વોર્ડ નં.2માં બે બેલેટ યુનિટ તો રજીસ્ટ્રેશનના બટન એક કે બે. અધિકારીએ જવાબ આપ્યો કે રજીસ્ટ્રેશન બટન એક જ રહેશે.
- શું ચાર મત ફરજિયાત છે, તો અધિકારીએ જવાબ આપ્યો ના, ઓછામાં ઓછા એક અને વધુમાં વધુ ચાર મત આપી શકાય. બે કે ત્રણ ઉમેદવાર પસંદ હોય તો તેમની સામેનું બટન દબાવ્યા પછી રજીસ્ટર્ડનું બટન દબાવવાથી મત નોંધાઇ જશે.
- ઇવીએમમાં મત જેમને આપ્યો તેમને જ ગયાની ખરાઇ માટે કંઇ ખરું, જવાબ મળ્યો આ ચૂંટણીમાં વીવીપેટ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો