પોલીસે કલેક્ટર પાસે વિગતો માંગી:મહેસાણામાં પાક નાગરિકોના ચૂંટણીકાર્ડ બાદ રેશનકાર્ડ પણ મળી આવ્યા, પોલીસે ઊંડી તપાસ હાથ ધરી

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે પાક નાગરિકો શરણાર્થી છે કે નહીં એની વિગતો કલેક્ટર પાસે માંગી

મહેસાણામાં પાકિસ્તાની નાગરિકોના ચૂંટણીકાર્ડ નીકળ્યાની ઘટના સામે આવી હતી. જેમાં પોલીસે ઊંડી તપાસ કરતાં તેમને રેશનકાર્ડ પણ મળી આવ્યા છે. આ અંગે ઇન્દિરા નગર પ્રાથમિક શાળા, ફેબૂવા પ્રાથમિક શાળાના સંચાલકો અને તલાટીના નિવેદન લીધા બાદ હવે કલેક્ટર પાસેથી આ પાકિસ્તાનની નાગરિકો શરણાર્થી છે કે નહીં તેની વિગતો પોલીસ એકઠી કરી રહી છે.

શરણાર્થી ન હોય તો ચૂંટણી કાર્ડ રેશનકાર્ડ કાઢી શકે નહીં
મહેસાણામાં વસતા પાકિસ્તાની નાગરિકો શરણાર્થી છે કે નહીં તેની વિગતો પોલીસે કલેક્ટર પાસે માગી છે. જો નાગરિકો શરણાર્થી ન હોય તો તેમણે ચૂંટણીકાર્ડ અને રેશનકાર્ડ મળી શકે નહીં તેથી તેના માટે જવાબદાર દરેક કર્મચારીઓ અને અધિકારીઓ સામે આગામી દિવસોમાં પોલીસ ફરિયાદ નોંધી શકે છે.

આ કેસમાં ચૂંટણી અધિકારીનું નિવેદન બાકી
મહેસાણામાં વસતા પાકિસ્તાન નાગરિકોના ચૂંટણીકાર્ડ અને રેશનકાર્ડ કેસમાં હેમ્બા પ્રાથમિક શાળાના આચાર્ય હમીદ રફીક વિરાણી, ઇન્દિરા નગર પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ અને સેક્ટર અધિકારી વાઘજી વાલજીભાઈ ચૌધરી તથા તલાટી રોનક દિનેશ ચૌધરીના નિવેદન લેવામાં આવ્યા છે, ત્યારે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીને નિવેદન લેવાનું બાકી છે.

મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર સમક્ષ ચૂંટણીકાર્ડ અને રેશનકાર્ડ કાઢવા માટે પાક નાગરિકે જ્યારે અરજી કરી હતી, ત્યારે તેમની અરજીના ફોર્મમાં જ પોતે પાકિસ્તાન નાગરિક હોવાનો ઉલ્લેખ કર્યો હતો છતાં તેમને ચૂંટણી કાર્ડ અને રેશનકાર્ડ કરી દેવાયા હતા તેમ એસોજી પીઆઈ જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...