તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પૂછપરછ:વીજ કર્મચારીઓ સાથે પોલીસ ઉધ્ધતાઇ દાખવતી હોવાની રાવ

મહેસાણા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વીજકંપનીના એમડી મહેશસિંઘે કલેક્ટર,એસપીને પત્ર લખ્યો
 • આઇકાર્ડ હોવા છતાં પૂછપરછ બહાને પોલીસ સ્ટેશન લઇ જવાય છે

યુજીવીસીએલના કર્મચારીઓ ફરજના સ્થળે જતા હોય ત્યારે પોલીસ દ્વારા તેમને અટકાવી ઉધ્ધતાઇભર્યુ વર્તન કરી પરેશાન કરાય છે. આવી કનડગત બંધ કરાવવા યુજીવીસીએલના એમડી મહેશસિંઘે જિલ્લા કલેક્ટર, એસપી, આઇજી સહિતને લેખિત પત્ર લખતાં હલચલ મચી ગઇ છે.  કોરોના લોકડાઉનમાં પાણી પુરવઠા, પોલીસ વિભાગ, વીજતંત્ર સહિત આવશ્યક સેવા હેઠળ આવતી કચેરીઓ ચાલુ છે, ત્યારે ઉ.ગુ.વીજ કંપનીમાં ફરજ બજાવતા કર્મચારીઓ તેમની ફરજ પર જતા અને પરત ફરતાં સમયે પોલીસ કર્મચારીઓ દ્વારા કનડગત કરાતી હોવાની કર્મચારીઓની ફરિયાદને પગલે એમડી મહેશસિંઘે કલેક્ટર અને પોલીસવડાને પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે, યુજીવીસીએલના કર્મચારી પાસે ઓળખકાર્ડ હોવા છતાં તેમના અવર જવર સમયે પોલીસ કર્મચારીઓ બિનજરૂરી પૂછપરછ કરી ઉધ્ધતાઇપૂર્વક વર્તી ખોટી રીતે પરેશાન કરે છે. જેના કારણે વીજ કર્મચારીઓના ઉત્સાહમાં અવરોધરૂપ બને છે. જો વીજ કર્મચારીઓ સમયસર ફરજ પર ન પહોંચે તો હોસ્પિટલ, સરકારી કચેરીઓ, અન્ય સ્થળોએ આક્રોશ ઉભો થવાની શક્યતા છે.કલોલ, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, હિંમતનગર સહિતના સ્થળોએ વીજકર્મીઓ પાસે આઇકાર્ડ હોવા છતાં તેમની પૂછપરછ કરી પોલીસ સ્ટેશન લઇ જવાય છે. અત્યારે લોકડાઉનમાં વીજ કર્મચારીઓ સતત વીજ પુરવઠો પૂરો પાડી કોરોના વોરિયર્સ તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે ત્યારે આ બાબતને ગંભીરતાથી ધ્યાને લઇ ઘટતું કરવા કહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો