ફરિયાદ:મહેસાણા ટીપી- 4 વિસ્તારમાં મોટાપાયે માટી ચોરી થઇ હોવાની પાલિકામાં રાવ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શોભાસણથી કુકસ રોડની વચ્ચે મસમોટા ખાડા કરાયા છે

મહેસાણાના શોભાસણથી કુકસ રોડ વચ્ચે 98 હેક્ટરમાં પથરાયેલી ટીપી સ્કિમ-4 વિસ્તારમાં માટીની મોટાપાયે ચોરી થઇ હોવાની મૌખિક રજૂઆત પ્લોટધારકે નગરપાલિકાના મુખ્ય અધિકારી અને ટીપી શાખામાં કરી છે. માટી ખનન ખેડૂતની માલિકીની જગ્યામાં થયું છે કે પાલિકાના રિઝર્વ પ્લોટમાં તેનાથી પાલિકા અજાણ છે. સ્થળ તપાસ કર્યા પછી કંઇ કહી શકાય તેમ પાલિકાની ટીપી શાખાના સૂત્રોએ કહ્યું હતું. શહેરમાં શોભાસણ થી કુકસ રોડ પર ટીપી સ્કિમ-4માં રસ્તા ખુલ્લા થયા પછી હવે સ્કીમ ફાઇનલ કરવા માટે જગ્યા કબજો લેવાની કવાયત ચાલી રહી છે.

આ સ્કીમ ફાઇનલ થાય તે પહેલાં મોટા ખાડા માટીખનનની ચાડી ખાય છે. પરંતુ પાલિકા અજાણ છે. આ અંગે મહેશભાઇ ચૌહાણે કહ્યું કે, નજીકમાં અમારો પ્લોટ છે. ટીપીમાં મોટા ખાડા કરાયેલા હોઇ અમારી જગ્યાનું ધોવાણ થઇ શકે છે એટલે પાલિકામાં જાણ કરી છે. આ અંગે મહેસાણા નગરપાલિકાની ટીપી શાખાના સૂત્રોએ કહ્યું કે, એક જગ્યાએ ટીપીની શરૂઆત થઇ તે પહેલાં ખાડા કરાયેલા હતા. જોકે, વધુ જગ્યાએ ખાડા હોય તો રિઝર્વેશન પ્લોટ માટેની જગ્યામાં છે કે શું તે અંગે મંગળવારે સ્થળ તપાસ કરાશે.

અન્ય સમાચારો પણ છે...