અપહરણ:મહેસાણાના દેથલી ગામની કિશોરીને રાંતેજનો શખ્સ લગ્નની લાલચ આપીને ભગાડી ગયો

મહેસાણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કિશોરીના પરિવરજનોએ રાંતેજના શખ્સ સામે ફરિયાદ નોંધાવી

મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના દેથલી ગામની કિશોરીને રાંતેજ ગામનો શખ્સ ભગાડી જતા કિશોરીના પરિવારજનોએ શોધખોળ કર્યા બાદ બેચરાજી તાલુકા પોલીસ મથકમાં રાંતેજના શખ્સ સામે અપહરણની ફરિયાદ નોંધાવી છે.

બેચરાજી તાલુકામાં આવેલા દેથલી ગામની કિશોરી 6 મેંના રોજ પોતાના ઘરે હાજર હતી, ત્યારે રાત્રિ દરમિયાન કામકાજ કરી જમ્યા બાદ પોતાના પરિવાર સાથે સુઈ ગઈ હતી અને વહેલી સવારે કિશોરી પોતાના ખાટલામાં જોવા ન મળતા પરિવાર આસપાસના વિસ્તારોમાં અને સગા સબધીઓમાં તપાસ આદરી હતી. જ્યા કિશોરીનો ક્યાંય પતો લાગ્યો નહોતો.

સંબંધીઓમાં તપાસ કરતા જાણવા મળ્યું કે, રાંતેજ ગામનો શખ્સ ફરિયાદીની કિશોરીને લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી ભગાડી ગયો છે. કિશોરીના પિતાએ આ મામલે બેચરાજી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.

અન્ય સમાચારો પણ છે...