મહેસાણા શહેરમાં એક વર્ષથી તૈયાર કરાયેલા અદ્યતન મ્યુનિસિપલ ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ ન કરી જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું નથી. જે અંગે આગામી દિવસોમાં તંત્ર લોકાર્પણ નહીં કરે તો કોંગ્રેસ દ્વારા સ્ટેડિયમનું લોકાર્પણ કરી દેવામાં આવશે. કોંગ્રેસના અગ્રણીએ જિલ્લા કલેક્ટર કચેરી અને પાલિકાને જાણ કરી ચીમકી ઉચ્ચારી છે.
કોંગ્રેસ પ્રમુખની ચિમકી
મહેસાણા શહેરમાં નગરપાલિકા દ્વારા અધ્યતન મ્યુનિસિપલ ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે. જેને એક વર્ષ જેટલો સમય થવા છતાં હજુ સુધી તેનો લોકાર્પણ નગરપાલિકા દ્વારા કરવામાં આવતું નથીય જે અંગે જિલ્લા કલેક્ટર કચેરી અને પાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખી સ્ટેડિયમનું લોકાર્પણ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ ઉદ્ઘાટન કરી નાખશે તેવી ચીમકી મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ ઠાકોર પાર્થ રાવલ સહિત આપી હતી.
અંડરપાસનું પણ લોકાર્પણ કર્યું હતું
મહેસાણા શહેરમાં થોડા દિવસો અગાઉ કોંગ્રેસના અગ્રણીઓએ 147 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલા અંડરપાસનું પણ લોકાર્પણ કરી દેતા ઉચ્ચ અધિકારીઓ અને ઉચ્ચકક્ષાના નેતાઓ દોડતા થઈ ગયા હતા. ત્યારે અંડરપાસનું લોકાર્પણ કોંગ્રેસ દ્વારા કર્યા બાદ તાત્કાલિક સરકારે બે દિવસમાં મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપે ફરીવાર લોકાર્પણ કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.