તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહેસાણાના પરા વિસ્તારમાં પટેલવાડીથી અંબાજી માતાના મંદિર અને ટાવરથી ચોકની લીમડી સુધીમાં ભૂગર્ભ ગટરના પાણી વારંવાર ઉભરાતાં લોકોને ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. અસહ્ય દુર્ગંધથી આસપાસ રહેતા લોકો વેદના વેઠી રહ્યા છે અને રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત રહેલી હોઇ સત્વરે મરામત કરવા વિસ્તારના જાગૃત નાગરિકો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરાઇ હતી.
નવા પરા વિસ્તારમાં રહેતા દિનેશકુમાર પટેલે રજૂઆત કરતાં કહ્યું કે, હાલતમાં પણ કુકસ રોડ પરના મનોપાર્ક પાસે શ્રીરામપાર્ક સોસાયટી આગળ તેમજ હૈદરીચોક સરોવર પોલીસચોકી આગળ ગટરના પાણી રોડ પર ફેલાયેલા છે. પરામાં ટાવર આસપાસ પણ ઘણા દિવસ બાદ સફાઇ થતાં હાલ પૂરતી રાહત થઇ છે. હાલ રામપાર્ક અને પોલીસચોકી આગળ ગટર ઉભરાતાં આજુબાજુ વસતા લોકો પરેશાન છે અને આનાથી રોગચાળો ફેલાવાનો ભય સતાવી રહ્યો છે, છતાં હજુ સુધી મરામત ન થતાં રહિશો કંટાળ્યા છે. ત્યારે વારંવાર ઉભરાતી ગરટની મરામત કરી સમસ્યા હલ કરવા રજૂઆત કરાઇ છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.