તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:રામ મંદિર નિર્માણ ભૂમિ પૂજન, જિલ્લાવાસીઓમાં ઉમંગ - આનંદોત્સવ

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડનગર નરનારાયણદેવની ગાદીના તાબાના સ્વામિનારાયણ મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર પર 5 ઓગસ્ટના મંગલ દિને અયોધ્યામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ભૂમિપૂજન શિલાન્યાસ વિધિ કરાઇ હતી. તેના આનંદસ્વરુપે નગરના રામી ચંદુભાઈએ રંગોળી દ્વારા રામ નામને દૈદીપ્યમાન કયુઁ હતું .

અયોધ્યા ખાતે શ્રીરામ મંદિરના ખાતમુહૂર્ત નિમિત્તે કડીના મણીપુર સ્થિત યવતેશ્વર મહાદેવની બાજુમાં આવેલ નીલકંઠ મહાદેવ મંદિરમાં શહેરના બ્રાહ્મણ પરિવારો દ્વારા શ્રી રામ ભગવાનની સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ કરવામા આવી હતી. સમગ્ર વાતાવરણ શ્રી રામ જય રામ જય રામના નાદથી ગુજી ઉઠ્યુ હતુ.

મહેસાણામાં પુરુષોત્તમ ભગવાન શ્રી રામના મંદિરના શિલાન્યાસની ઉજવણી શહેરીજનોએ પ્રકાશોત્સવ સાથે કરી ઐતિહાસીક ક્ષણની ઉજવણી ૧૦૦૮ દિવડા પ્રગટાવીને કરી હતી.

ઊંઝા શહેર રામમય બન્યું હતુ. સમગ્ર ઊંઝા નગર અને તાલુકામાં ભવ્ય આતશબાજી સાથે આરતી,પૂજનને કારસેવકોનું સન્માન કરાયુ હતુ. જય શ્રી રામના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યુ હતુ.

બહુચરાજીમાં વિહિપ અને આરએસએસ દ્વારા રામમંદિર ભૂમિપૂજન નિમિતે રામધૂન બોલાવી તથા અયોધ્યામાં કારસેવા કરવા ગયેલી બહેનોને શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. તેમજ કાલરી રોડ સ્થિત જલિયાણ ધામમાં શ્રીરામ યજ્ઞ કરાયો હતો.

દેત્રોજ બાલા હનુમાનજી મંદિરે રામ મંદિરના ભૂમિપૂજન નિમિત્તે હવન કરાયો.જય શ્રી રામના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યુ હતુ. ઉપસ્થીત તમામે હવનનાં દર્શનનો લાભ લીધો હતો.

રામ મંદિર નિર્માણ ભૂમિ પૂજન અંર્તગત કડીના કરણનગર રોડ સ્થિત ગાયત્રી મંદિર ખાતે બુધવારે એસપીજીના કાર્યકરોએ ભવ્ય આતશબાજી અને સમૂહ આરતીનો કાર્યક્રમ યોજ્યો હતો.

અયોઘ્યા શ્રી રામ મંદિરના શિલાન્યાસ અવસરે હિમાલયા રોયલ પરિવાર દ્વારા શ્રીરામ ભગવાનની આરતી તથા રામધૂનનું સોશિયલ ડિસ્ટન્સ તેમજ યોગ્ય સાવધાની સાથે આયોજન કર્યુ હતું

વડનગર હાટકેશ્વર મહાદેવ મંદિરમાં દીવા પ્રગટાવી શિવજીને વિશેષ શણગાર કરી આરતી કરી રામધૂન બોલાવી શ્રી રામ નો જય જય કાર ગુંજી ઊઠ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...