કાર્યવાહી:દૂધસાગર ડેરીમાં ઘી ભેળસેળ મામલે રાકેશ આર્યાની ધરપકડ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા સ્પે.ACB કોર્ટમાં પૂન્હા(હરીયાળા) પ્લાન્ટના તત્કાલિન હેડને રજૂ કરતાં 4 દિવસના રિમાન્ડ મંજૂર

મહેસાણા દૂધ સંઘના રૂ. 37.53 કરોડના ભેળસેળયુક્ત ઘીથી સંઘને નુક્સાન મામલે દોઢેક વર્ષ પહેલા નોંધાયેલ ફરિયાદના આરોપીઓ પૈકી નાસતા ફરતા મહેસાણા દૂધસાગર ડેરીના પૂન્હા(હરીયાળા) પ્લાન્ટના તત્કાલિન હેડ રાકેશ આર્યાની મહેસાણા પોલીસે ધરપકડ કરીને સ્પે. એસીબી કોર્ટમાં રજૂ કરી જામીન અરજ કરી હતી.જેમાં સ્પે.પી.પી વિજય બારોટની દલીલોના આધારે કોર્ટે આરોપીને 4 દિવસ પોલીસ કસ્ટડી રિમાન્ડ ઉપર મોકલવાનો હુકમ કર્યો છે.

મહેસાણા દૂધ સંઘમાં ભેળસેળયુક્ત ઘી લાવી પેકીંગ કરી વેચાણ વેપાર મૂકી મહેસાણા દૂધ સંઘને રૂ. 375378920નું ભેળસેળયુક્ત ઘી દ્વારા નુક્સાન કર્યા મામલે દોઢેક વર્ષ પહેલા દૂધસાગર ડેરીના તત્કાલિન એમ.ડી સહિત સાતેક શખ્સો સામે ફરીયાદ નોધાઇ હતી.જેમાં રાજસ્થાનના ટાંક વિસ્તારના રાશેશ બજરંગલાલ આર્યા મહેસાણા દૂધસાગર ડેરીના પૂન્હા ખાતેના પ્લાન્ટમાં તે વખતે હેડ તરીકે ફરજમાં હતા.

આરોપી ટ્રેડમાર્કના પેકીંગ કરી શુધ્ધ ઘી તરીકે કોના કહેવાથી દર્શાવેલ છે તથા આરોપીની સાથે અન્ય કોઇ કોણ મળેલ હતા, પૂન્હા ખાતેના પ્લાન્ટમાં બનાવેલ ભેળસેળવાળુ ટેન્કર રાજસ્થાન ખાતે પકડાઇ જતાં પ્લાન્ટ હેડ તરીકે તેઓની ફરજ હતી કે પ્લાન્ટ જે તે સ્થિતીમાં જાળવવો પરંતુ પુરાવાનો નાશ કરવાના આશયથી પ્લાન્ટમાં સફાઇ કરાવવામાં આવેલ છે તો કોના મારફતે અને કોના કહેવાથી સફાઇ કરી પુરાવા નાશ કર્યા તેની તપાસમાં પણ આરોપીની હાજરી જરૂરી છે.

કેટલા મસયથી ભેળસેળયુક્ત ઘી બનાવવામાં આવતુ અને કેટલા જથ્થામાં ધી મહેસાણા સંઘમાં મોકલી આપેલ તે હકીકત બહાર લાવવા પણ આરોપીની હાજરી જરૂરી હોવા સહિતની જરૂરી તપાસમાં આરોપીના રીમાન્ડ માટે સ્પે. પી.પી વિજ દલીલો કરાઇ હતી,જેમાં સ્પે.એસીબી કોર્ટે ગ્રાહ્ય રાખીને પૂન્હાના તત્કાલીન હેડ રાકેશ આર્યાના ચાર દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...