બોગસ RC બુક મામલો:રાજકોટના બોગસ RC બુક કેસમાં મહેસાણાના એક શખ્સની સંડોવણી ખુલી, પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બોગસ RC બુક કેસમાં 3 શખ્સોને ઝડપ્યા હતા

રાજકોટના બોગસ RC બુક કેસમાં મહેસાણાના શખ્સની સંડોવણી ખુલી હતી. જેને લઈ મહેસાણામાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. શંકાના દાયરામાં રહેલા મહેસાણા ખાતે રહેતા પ્રજાપતિ શખ્સની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ઓટો રિક્ષાનો લે-વેચનો ધંધો કરતા અમીન ગફર આકબાણી અને આરફી હબીબ દોઢિયાને બોગસ આર.સી.બુક સાથે ઝડપી લીધા હતા. પોલીસની આગવી પૂછપરછ દરમિયાન બને શખ્સોએ રીક્ષા લે-વેચનો ધંધો કરતા બાબભાઈ ઉર્ફ પ્રદીપ મોહન ઝાલા પાસેથી બોગસ આર.સી.બુક મેળવ્યાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે બાબભાઈ ઉર્ફ પ્રદીપને ઝડપી લીધો હતો. જે બાદ ત્રણેયની પૂછપરછ દરમિયાન તેઓએ પોલીસ સમક્ષ ગુના અંગે કબૂલાત કરી હતી.

આર.સી.બુક મહેસાણાના એક શખ્સે આપ્યાની તેઓએ કબૂલાત કરી હતી. જેના પગલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ મહેસાણા શહેર ખાતે દોડી આવી હતી. મહેસાણા એલસીબીના સ્ટાફની મદદથી શંકાના દાયરામાં રહેલા પ્રજાપતિ શખ્સને ઝડપી લેવા તપાસના ચક્રોગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...