વિજેતા:મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાર એસો.ના પ્રમુખ તરીકે રાજેન્દ્ર બારોટ ચૂંટાયા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુલ 907 મતદારો પૈકી 788 વકીલોએ મતદાન કર્યું ં, 32 મત રદ થયાં

મહેસાણા બાર એસોસિએશનના હોદ્દેદારોની ચૂંટણીમાં શુક્રવારે મતદાન હતું. સાંજે મત ગણતરી કરીને પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી અને સહમંત્રી પદના ઉમેદવારો વિજેતા જાહેર કરાયા હતા. શુક્રવારે 2-30 વાગ્યા સુધી મતદાન થયું હતું. કુલ 907 મતદારો પૈકી 788 વકીલોએ મતદાન કર્યું હતું. સાંજે હાથ ધરાયેલી મત ગણતરીમાં પ્રમુખ તરીકે રાજેન્દ્ર બારોટ, ઉપપ્રમુખ તરીકે કિરીટ પરમાર, મંત્રી તરીકે વિષ્ણુજી ઠાકોર અને સહમંત્રી તરીકે પારૂલબેન ભોજક ચૂંટાયા હતા. મત ગણતરી દરમિયાન 32 મત રદ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...