તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અન્નકૂટ:દિવાળી નિમિત્તે બહુચર માતાજીને સોનાની થાળીમાં રાજભોગ, સ્વામિનારાયણ પ્રભુને અન્નકૂટ

મહેસાણા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

શક્તિપીઠ બહુચરાજીમાં બિરાજમાન બહુચર માતાજીની રવિવારે દિવાળીના દિવસે સોનાની થાળીમાં કાજુકતરી, મોહનથાળ, ખીર-પુરી, વટાણાનું શાક, મિક્સ શાક, બટાકાનું શાક, દાળ-ભાત, પાપડ, બટાકાવડાનો રાજભોગ ધરાવાયો હતો. વડોદરાના રાજવી માનાજીરાવ ગાયકવાડને પાઠાનું અસહ્ય દર્દ માતાજીની કૃપાથી મટી જતાં તેમણે મા બહુચર પ્રત્યેને શ્રદ્ધાથી પ્રેરાઈને સંવત 1839માં માતાજીનું ભવ્ય મંદિર બંધાવ્યું ત્યારે સોનાની થાળી, ચાર વાટકી, એક લોટો, એક ઝારી સહિત સોનાના 9 વાસણો ભેટ આપ્યાં હતાં. આ વાસણમાં માતાજીને વર્ષમાં માત્ર દિવાળી અને બેસતા વર્ષના દિવસે જ રાજભોગ ધરાવાય છે.

મહેસાણા શહેરમાં ગાયત્રી મંદિર સામે તાંબાના સ્વામિનારાયણ નરનારાયણ મંદિરમાં રવિવારે બેસતા વર્ષની ઉજવણી કરાઇ હતી. નરનારાયણ પ્રભુને સુંદર વાઘા પહેવારીને 101 વાનગીના અન્નકૂટ થાળ કરાયા હતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો