તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:વરસાદી માહોલથી ગરમી અડધો ડિગ્રી ઘટી પરંતુ ઉકળાટ યથાવત

મહેસાણા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા શહેરનું તાપમાન 38.0 ડિગ્રી નોંધાયું

ઉત્તર ગુજરાતમાં સતત વરસાદી માહોલના કારણે સોમવારે દિવસના તાપમાનમાં અડધો ડિગ્રી ઘટાડાના કારણે ગરમીથી થોડી રાહત રહી હતી. મુખ્ય 5 શહેરોનું તાપમાન 38થી 38.7 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. એક બાજુ ગરમીથી રાહત મળી તો બીજી બાજુ ઉકળાટનો કહેર દિવસભર અનુભવાયો હતો.

હવામાન વિભાગ મુજબ, મંગળવારે ઉત્તર ગુજરાતનું આકાશ 25 ટકા સુધી વાદળછાયું રહેવાની શક્યતા છે. આ દરમિયાન અરવલ્લી જિલ્લાના છુટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. જો કે, મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદની શક્યતા નહીંવત રહેશે.

ઉ.ગુ.માં હજુ 8 તાલુકા પ્રિ-મોનસુન વરસાદથી વંચિત
છેલ્લા 7 દિવસમાં થયેલા પ્રિ-મોનસુન વરસાદમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે મહેસાણા જિલ્લાના જોટાણા અને વિસનગર, પાટણ જિલ્લાના સાંતલપુર તેમજ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા, લાખણી, સુઇગામ, થરાદ અને વાવ પંથકમાં નોંધણી લાયક વરસ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...