તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘ મહેર:વરસાદી માહોલ જામ્યો, ઊંઝામાં સવા બે,મહેસાણામાં દોઢ ઈંચ વરસાદ

મહેસાણાએક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોપીનાળામાં પાણી ભરાયુંઃ મહેસાણામાં ગુરુવારે બપોરે દોઢ ઈંચ વરસાદમાં જ ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા.જેમાં ગોપીનાળામાં પાણી ભરાતાં વાહનચાલકો સહિત રાહદારીઓ પરેશાન થઈ ઊઠ્યા હતા. - Divya Bhaskar
ગોપીનાળામાં પાણી ભરાયુંઃ મહેસાણામાં ગુરુવારે બપોરે દોઢ ઈંચ વરસાદમાં જ ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા.જેમાં ગોપીનાળામાં પાણી ભરાતાં વાહનચાલકો સહિત રાહદારીઓ પરેશાન થઈ ઊઠ્યા હતા.
 • બંગાળની ખાડીના લો-પ્રેશર સાથે મોનસુન ટ્રફ ઉ. ગુ. પરથી પસાર થતાં વરસાદ મળ્યો
 • ધાનેરા-તલોદમાં 2-2 ઇંચ અને ભિલોડામાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો, પાટણમાં મકાનની છત પડતા યુવકને ઈજા

બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર મધ્ય પ્રદેશ સુધી આવવાની સાથે ઉત્તર ગુજરાત પરથી મોનસુન ટ્રફ પસાર થતાં છેલ્લા 48 કલાકથી ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો હતો. બુધવાર સાંજે 6થી ગુરૂવાર સાંજે 6 વાગ્યા સુધીના 24 તાલુકામાં ઉત્તર ગુજરાતના 47 પૈકી સાંતલપુર તાલુકાને બાદ કરતાં 46 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ ઊંઝામાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો હતો. પાટણમાં મકાનની છત પડતા યુવકને ઈજા પહોંચી હતી.મહેસાણામાં અડધો કલાકમાં દોઢ ઈંચ ખાબક્યો હતો. જ્યારે ધાનેરા-તલોદમાં 2-2 ઇંચ વરસાદ નોંધાયો હતો. બુંદે-બુંદે વરસેલું અમૃત આગામી 10 થી 15 દિવસ સુધી ખેતરમાં ઉભા પાકને સંજીવની બરાબર રહ્યું છે. મહેસાણા શહેર દોઢ ઈંચ વરસાદમાં જ પાણી પાણી થઈ ગયું હતુ.જેમાં લાખવડી ભાગોળ, વીકે વાડી, હિરાનગર ચોક, ગોપીનાળું, ભમ્મરીયું નાળું, મોઢેરા રોડ, મામલતદાર રોડ, અર્બન બેંક રોડ, મગપરા રોડ અને નાગલપુર કોલેજ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. બીજી બાજુ વરસાદી પાણીના નિકાલ માટે નગરપાલિકાની ટીમો વિવિધ વિસ્તારોમાં કામે લાગી હતી.

ઉ.ગુ.માં આજે વરસાદનું જોર ઘટી શકે છે
હવામાન વિભાગની શુક્રવારની આગાહી મુજબ, મોનસુન ટ્રફ ઉત્તર ગુજરાતથી રાજસ્થાન તરફ આગળ વધી રહી છે. જેના કારણે ઉત્તર ગુજરાત વાદળછાયું રહેશે, પરંતુ ઉત્તર ગુજરાતના છુટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ વરસી શકે છે.

ઉત્તર ગુજરાતમાં ક્યાં કેટલું નુકસાન

 • બનાસકાંઠામાં ધાનેરા રોડ પર આવેલી ખાનગી સ્કૂલના લોખંડી પતરાં ઉડીને બાજુમાં આવેલ ખેતરમાં પડ્યા હતા.
 • થરાદ પંથકમાં વૃક્ષો ધરાશાયી,છત પરના પતરાં ઉડ્યા
 • થરાદમાં એસટીબસ ડેપોમાં બનાવેલ પીવીસી છતના છજાના પતરા ઊડી જતાં દોડધામ
 • મોડાસામાં તોફાની વરસાદ પડતાં ઘાસચારાનો સોંથ વળી ગયો
 • ધનસુરાના શીકાકંપામાં વીજળી પડતાં ગાયનું મોત નીપજ્યું
 • પાટણમાં મકાનની છત પડતાં યુવાન અને હારિજના દુનાવાડામાં પતરાં ઉડતાં મહિલા ગંભીર
 • સરીયદના ગોળીવાડામાં પતરાં ઉડતાં દોડધામ

24 કલાકમાં ગરમી 6 ડિગ્રી સુધી ઘટી
ઉત્તર ગુજરાતમાં 24 કલાક પહેલાં એટલે કે બુધવારે ગરમીનો પારો 38.9 થી 39.3 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો. ગુરૂવારે વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો અને બપોર થી શરૂ થયેલા વરસાદના કારણે ગરમી 6 ડિગ્રી સુધી ઘટી હતી. જેને લઇ મહત્તમ તાપમાન 33.5 થી 33.7 ડિગ્રીની વચ્ચે નોંધાયું હતું. લાંબા સમય બાદ ગરમી અને ઉકળાટથી હાશકારો અનુભવાયો હતો.

ઉ.ગુ.માં વરસાદ
મહેસાણા| ઊંઝામાં સવા બે ઇંચ, મહેસાણામાં દોઢ ઇંચ, વિસનગરમાં 1 ઇંચ, ખેરાલુમાં પોણો ઇંચ,વડનગર-જોટાણામાં અડધો ઇંચ,વિજાપુરમાં 9 મીમી, બહુચરાજીમાં 8 મીમી, કડીમાં 4 મીમી, સતલાસણામાં 3 મીમી

 • પાટણ જિલ્લો : સમીમાં 1 ઇંચ, સિધ્ધપુર, સરસ્વતી, પાટણ અને હારીજમાં પોણો ઇંચ, ચાણસ્મામાં 8 મીમી,
 • બનાસકાંઠા જિલ્લો : ધાનેરામાં બે ઇંચ, લાખણીમાં 1 ઇંચ, દાંતીવાડા, દાંતા અને દિયોદરમાં પોણો ઇંચ, પાલનપુરમાં અડધો ઇંચ
 • સાબરકાંઠા જિલ્લો : તલોદમાં બે ઇંચ,પ્રાંતિજ અને પોશીનામાં પોણા બે ઇંચ, ખેડબ્રહ્મામાં સવા ઇંચ, ઇડરમાં અને વડાલીમાં 1 ઇંચ
 • અરવલ્લી જિલ્લો : ભિલોડામાં પોણા બે, મોડાસામાં સવા ઇંચ, ધનસુરામાં 1 ઇંચ
અન્ય સમાચારો પણ છે...