તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાઉન્ડ રિપોર્ટ મહેસાણા વોર્ડ નં-1:ડેરી એકતાનગર રોડની10 સોસાયટીઓની વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઠેરની ઠેર

મહેસાણા25 દિવસ પહેલા
 • કૉપી લિંક
અંધેરીપટ્ટાના કોમનપ્લોટમાં ગંદુ પાણી ભરાવાની સમસ્યા 20 વર્ષથી યથાવત - Divya Bhaskar
અંધેરીપટ્ટાના કોમનપ્લોટમાં ગંદુ પાણી ભરાવાની સમસ્યા 20 વર્ષથી યથાવત
 • શંકરપરૂમાંથી ડેરી રોડ તરફ આવવા સાંકડા નાળાને પહોળું કરવાની માંગ અધ્ધરતાલ
 • ડેરી પાસેના ઓવરબ્રિજના બંને સર્વિસરોડ પછી ફૂટપાથ નહીં બનતાં ધૂળની સમસ્યા

મહેસાણા નગરપાલિકાની અનેક ચૂંટણીઓ આવી પણ કેટલીક સમસ્યાઓ આજે પણ છે. વોર્ડ નં.1માં દૂધસાગર ડેરી રોડથી અંડરપાસ તરફની સાગરસરીતા, કલ્યાણેશ્વરી, નટરાજ, એકતાનગર, ખોડિયાર, ગૌરવફ્લેટ સહિત દશેક સોસાયટીઓ ચોમાસામાં રોડ પર ભરાતા પાણીથી પરેશાન છે. ઓવરબ્રિજનો સર્વિસરોડ ઊંચો બન્યો હોઇ આ મુશ્કેલી સર્જાઇ રહી છે. ગૌરવ એપાર્ટમેન્ટમાં રહેતા સુરેશભાઇ ચૌધરીએ કહ્યું કે, ચોમાસામાં વરસાદ પડતાં એપાર્ટમેન્ટના પાછળના ગેટથી પાણી અંદર ફરી વળે છે. એકતાનગર સોસાયટીના હેમરાજ ચૌધરીએ કહ્યું કે, છેલ્લી સોસાયટી હોઇ વ્હોળામાં ભરાતા ગંદા પાણીને કારણે મચ્છરોનો ત્રાસ કાયમી બન્યો છે.

વ્હોળાથી પાઇપલાઇન નાંખવા 10 વર્ષથી રજૂઆત કરીએ છીએ પણ સમસ્યા હલ થઇ નથી. સુરેશભાઇ પ્રજાપતિએ કહ્યું કે, બ્રિજ સાઇડથી પાણી સોસાયટીઓના રોડ થઇને એકતાનગર ઝાંપા સુધી ભરાય એટલે ચોમાસામાં વાહનો બહાર જ પાર્ક કરવા પડે છે. કલ્યાણેશ્વરી સોસાયટીના પ્રતાપભાઇએ કહ્યું કે, ડેરી નજીક ઓવરબ્રિજની બંને સાઇડ સર્વિસ રોડ થયો પણ અર્બુદાભવન અને સોસાયટીઓ તરફ ફુટપાથ જ બનાવી નથી, જેના કારણે ધૂળ ઉડતી હોઇ વોકિંગમાં નીકળી શકાતું નથી. અહીં પાલિકાએ ડ્રેનેજની ચેમ્બર પણ રોડ ઉપર બનાવી હોઇ વાહનો પટકાયાના બનાવો બને છે.]

ગુજરાત હાઉસિંગ બોર્ડનાં સંગીતાબેન વાઘેલા, સોનલબેન ઠાકોર, ધરાબેન દેસાઇએ કહ્યું કે, અંધેરીપટ્ટાના કોમનપ્લોટમાં ગંદું પાણી ભરાવાની સમસ્યા 20 વર્ષaથી છે. ગટર વારંવાર ઉભરાય છે, ચોમાસાના પાણીનો નિકાલ થતો નથી. નવરાત્રિમાં ગરબા રમવા માટી નખાવવી પડે છે. ભૂંડનો ત્રાસ વધ્યો છે. ગટરલાઇન ફેઇલ છે પણ નવી નખાતી નથી.

બેઠકનો પ્રકાર
પ્રથમ બેઠક - પછાતવર્ગ
બીજી બેઠક -સામાન્ય
ત્રીજી બેઠક-અનુસૂચિત જાતિ
ચોથી બેઠક -સામાન્ય

વોર્ડ નં. 1માં આવતા મુખ્ય વિસ્તારો
ગુજરાત હાઉસિંગ, દેસાઇનગર, ગોપીનાળા સોસાયટી વિસ્તાર, ર્ડાક્ટર હાઉસ, લાયન્સ હોસ્પિટલ, ડેરીરોડ સાઇડની સોસાયટીઓ, જેલરોડ, મગપરા, શંકરપરૂ તેમજ સોસાયટીઓ. પાલોદર નેળિયા, રામોસણા રોડથી સોમનાથ મંદિર થઇ, રેલવે ક્રોસિંગ, મગપરાથી તિરૂપતિ બંગ્લોઝ સુધીનો વિસ્તાર.

2010માં ત્રણ બેઠક ભાજપની હતી, 2015માં ચારેય કોંગ્રેસે જીતી હતી
2010માં કોંગ્રેસના 4 ઉમેદવારો ઘનશ્યામ સોલંકી, નંદાબા ઝાલા, સ્મિતાબેન જહા, દિનેશ પટેલે ભાજપના ઉમેદવારો કરતાં 1139થી 1899 મતની લીડથી ચૂંટાયા હતા. વર્ષ 2010માં 4 પૈકી 3 બેઠક ભાજપ પાસે હતી.

જાતિ સમીકરણ : 14036 મતદારોમાં સૌથી વધુ પાટીદારો
વોર્ડ -1માં પુરુષ 7143 અને સ્ત્રી 6893 મળી કુલ 14036 મતદારો છે. જેમાં પટેલ 2852, ઠાકોર 2199, ચૌધરી 565, શેખ 491, ઝાલા 492, પઠાણ 430, પ્રજાપતિ 316, શાહ 251, સોલંકી 238, મોદી 201, નાયક 192, દેસાઇ 183, રબારી 180, ચૌહાણ 180, પરમાર 175, મકવાણા 151, રાવલ 138, જૈન 134, બારોટ, 133, વાઘેલા 132, રાવળ 102 તેમજ અન્ય જ્ઞાતિના મતદારોનો સમાવેશ થાય છે.

રેલવેનાળુ સાંકડુ હોઇ અવરજવરમાં મુશ્કેલી
શંકરપરામાં 350 પરિવારનો વસવાટ છે. અહીંના યુવાન વિષ્ણુજી ઠાકોરે કહ્યું કે, અહીંથી ડેરી રોડ નીકળવા શોર્ટકટમાં રેલવેનાળુ સાંકડુ હોઇ માંદગી કે મહિલાની પ્રસૂતિ વખતે અમારે રેલવેના પાટા ઓળંગીને જવું પડે છે. દશકાથી નાળુ સાંકડું જ રહેતાં મુશ્કેલી કાયમી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો