તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદી માહોલ:મહેસાણા,વિજાપુર, વડનગર,વિસનગર માં ગાજવીજ સાથે વરસાદ

મહેસાણા22 દિવસ પહેલા
  • મોડી સાંજે કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ

મહેસાણા જિલ્લા માં છેલ્લા બે દિવસ થી વરસાદી વાતાવરણ જેવો માહોલ જામ્યો હતો જેમાં વરસાદે હાથતાળી આપતા ગરમી નો ઉકળાટ અનુભવાયો હતો જેમાં આજે દિવસ દરમિયાન અસહ્ય ગરમી પડી હતી જેમાં મોડી સાંજે એકાએક વાતાવરણ માં પલટો આવતા ઠંડક પ્રસરી ગઈ હતી.

મહેસાણા જિલ્લા માં વડનગર, વિસનગર,વિજાપુર, મહેસાણા માં મોડી સાંજે એકાએક વાતાવરણ માં પલટો અવના કારણે વાતાવરણ માં ઠંડક પ્રસરી હતી તેમજ લોકો એ પણ રાહત ના શ્વાસ લીધા હતા જિલ્લા ના કેટલાક તાલુકા માં મોડી સાંજે ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે જેમાં વડનગર માં છેલ્લી 20 મિનિટ થી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે મહેસાણા માં પણ ગાજવીજ સાથે વરસાદી ઝાપટા હાલ માં શરૂ થઈ રહ્યા છે કડી તાલુકા માં પણ વરસાદી ઝાપટા મોડી સાંજે શરૂ થયા હતા તો બીજી બાજુ બેચરાજી તાલુકા માં હજુ સુધી વરસાદ નું આગમન થયું નથી તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...