તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રિ-મોનસુન:આજે અરવલ્લી સિવાયના 4 જિલ્લામાં વરસાદની શક્યતા નહિવત

મહેસાણા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
આમ તો ખેડૂતો ડાંગરના ધરૂ નાખવાની શરૂઆત 20 જૂન ની આસપાસ કરતાં હોય છે. પરંતુ ચાલુ સાલે વરસાદે વરસવાનું શરૂ કરતાં ખેડૂતોએ ડાંગર નો ધરો નાખવાની તૈયારી કરી છે દસ દિવસ વહેલા ઉગવાથી પાછળના પાકમાં પણ ખેડૂતોને ફાયદો થશે. - Divya Bhaskar
આમ તો ખેડૂતો ડાંગરના ધરૂ નાખવાની શરૂઆત 20 જૂન ની આસપાસ કરતાં હોય છે. પરંતુ ચાલુ સાલે વરસાદે વરસવાનું શરૂ કરતાં ખેડૂતોએ ડાંગર નો ધરો નાખવાની તૈયારી કરી છે દસ દિવસ વહેલા ઉગવાથી પાછળના પાકમાં પણ ખેડૂતોને ફાયદો થશે.
  • વરસાદી વાતાવરણના કારણે ઉ.ગુ.ના તાપમાન અડધો ડિગ્રી સુધી ઘટતાં રાહત

ઉત્તર ગુજરાતમાં છેલ્લા 7 દિવસથી છુટાછવાયા વિસ્તારોમાં થઇ રહેલો પ્રિ-મોનસુન વરસાદ સાર્વત્રિક વરસાદની સ્થિતિએ પહોંચવા આવ્યો છે. જેને લઇ સોમવારે પારો અડધી ડિગ્રી ઘટતાં ગરમીથી રાહત મળી હતી. જો કે, દિવસભરના ભારે ઉકળાટના કારણે ત્રાહિમામ પોકારતી સ્થિતિ બની હતી.

સતત વરસાદી માહોલના કારણે સોમવારે દિવસના તાપમાનમાં અડધો ડિગ્રીના ઘટાડાના કારણે ગરમીથી રાહત મળી હતી. આ દરમિયાન મુખ્ય 5 શહેરોનું તાપમાન 38.0 થી 38.7 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. એક બાજુ ગરમીથી રાહત મળી તો બીજી બાજુ ઉકળાટનો કહેર દિવસભર અનુભવાયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, મંગળવારે ઉત્તર ગુજરાતનું આકાશ 25 ટકા સુધી વાદળછાયું રહેવાની શક્યતા છે. આ દરમિયાન અરવલ્લી જિલ્લાના છુટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. જો કે, મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદની શક્યતા નહીવત રહેશે.

છેલ્લા 7 દિવસમાં થયેલા પ્રિ-મોનસુન વરસાદમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે મહેસાણા જિલ્લાના જોટાણા અને વિસનગર, પાટણ જિલ્લાના સાંતલપુર તેમજ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા, લાખણી, સુઇગામ, થરાદ અને વાવ પંથકમાં હજુ નોંધણી લાયક વરસાદ વરસ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...