વરસાદની ઘટ:જિલ્લામાં 5મા દિવસે વરસાદનો વિરામ,ગરમી 33 ડિગ્રીએ પહોંચી

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં 2 ઓગસ્ટની સ્થિતિએ 1.12% વરસાદની ઘટ

છેલ્લા 5 દિવસથી મહેસાણા જિલ્લામાં એકપણ સ્થળે વરસાદ વરસ્યો નથી. વરસાદના 5 દિવસના વિરામના કારણે મંગળવારે ગરમીનો પારો 33 ડિગ્રીએ પહોંચ્યો હતો. બીજી બાજુ ફરી એકવાર જિલ્લામાં વરસાદની ઘટ શરૂ થઇ છે. જિલ્લામાં મંગળવાર સાંજે 6 વાગ્યા સુધીમાં વરસાદ વરસ્યો ન હતો. જેને લઇ તાપમાન સાડા 3 ડિગ્રી ઉચકાઇને 33 ડિગ્રી નોંધાયું હતું. દિવસભર સામાન્ય ગરમી અને અસહ્ય ઉકળાટ અનુભવાયો હતો.

બીજી બાજુ ગત 28 જુલાઇથી એકપણ સ્થળે નોંધણી લાયક વરસાદ ન વરસતાં ફરી એકવાર વરસાદની ઘટ વધી રહી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 354 મીમી વરસાદ વરસી ચૂક્યો છે. તેની સામે 2 ઓગસ્ટની સ્થિતિએ 358 મીમી વરસાદ થવો જોઇએ. એટલે કે, 1.12% પ્રમાણે સરેરાશ 4 મીમી વરસાદની ઘટ વર્તાઇ રહી છે.

6 થી 8 ઓગસ્ટ વરસાદનો વધુ એક રાઉન્ડ આવી શકે
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 દિવસ એટલે કે 5 ઓગસ્ટ સુધી મહેસાણા જિલ્લામાં નોંધણી લાયક વરસાદની શક્યતા ના બરાબર રહેશે. ત્યાર બાદ 6 ઓગસ્ટથી જિલ્લાના વાતાવરણમાં પલટો આવી શકે છે. જે મુજબ 6 થી 8 ઓગસ્ટ દરમિયાન જિલ્લામાં હળવાથી ભારે વરસાદની શક્યતા બની રહી છે.

અન્ય સમાચારો પણ છે...