વરસાદનો વિરામ:ઉત્તર ગુજરાતમાં વરસાદનો વિરામ,સવારે ધુમ્મસથી બેવડી ઋતુનો અનુભવ

મહેસાણા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણામાં દિવસનો પારો 33.5, રાત્રિનો 25.1 ડિગ્રી

છેલ્લા 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં વરસાદે સંપૂર્ણ રીત વિરામ લીધો છે. સોમવાર દિવસભર હળવા વાદળછાયા વાતાવરણના કારણે દિવસ અને રાતના તાપમાનમાં અડધા ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો હતો. આ સાથે મુખ્ય 5 શહેરોમાં ગરમીનો પારો 33.5 થી 34.2 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો. જ્યારે રાત્રીનું તાપમાન 25.1 થી 26.2 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. બીજી બાજુ છેલ્લા પાંચેક દિવસથી સવારે ધુમ્મસવાળું વાતાવરણ સર્જાઇ રહ્યું છે. મોડી સાંજ બાદ તાપમાન 30 ડિગ્રીથી નીચે આવતું હોઇ વાતાવરણ ઠંડુગાર રહેવા લાગ્યું છે.

મુખ્ય ચાર શહેરોનું તાપમાન
શહેરદિવસરાત
મહેસાણા33.525.1 ડિગ્રી
પાટણ3425.7 ડિગ્રી
ડીસા34.226.2 ડિગ્રી
ઇડર33.625.3 ડિગ્રી
અન્ય સમાચારો પણ છે...